Operation Sindoor: ઓપરેશન સિંદૂરને લઈને સેનાની પ્રેસ કોન્ફરન્સમાં શું થઈ ચર્ચા?
Operation Sindoor: ઓપરેશન સિંદૂરને લઈને સેનાની પ્રેસ કોન્ફરન્સમાં શું થઈ ચર્ચા?
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ આતંકવાદ સામે મોટી કાર્યવાહી કરી છે. એક સંયુક્ત ઓપરેશન હેઠળ ભારતની ત્રણેય સેનાઓએ પાકિસ્તાનમાં સ્થિત કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરીને કાર્યવાહી કરી છે. રિપોર્ટ અનુસાર, આ હુમલામાં લગભગ 900 આતંકવાદીઓ માર્યા ગયા છે. ભારતે આ કાર્યવાહીને 'સિંદૂર ઓપરેશન' નામ આપ્યું છે..
લેફ્ટિનન્ટ કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે પ્રેસ બ્રીફિંગમાં એરસ્ટ્રાઇક વિશે માહિતી આપી હતી. ભારતીય સેનાની પ્રેસ બ્રીફિંગમાં કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું હતું કે, "નિર્દોષ પ્રવાસીઓ અને તેમના પરિવારોને ન્યાય આપવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન છેલ્લા ત્રણ દાયકાથી આતંકવાદી માળખાનું નિર્માણ કરી રહ્યું છે, જે પાકિસ્તાન અને પીઓકે બંનેમાં ફેલાયેલું છે." કર્નલ સોફિયાએ કહ્યું હતું કે, "9 આતંકવાદી કેમ્પોને નિશાન બનાવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ દાયકામાં પાકિસ્તાને એક આતંકવાદી માળખાનું નિર્માણ કર્યું છે જે આતંકવાદી કેમ્પ અને લોન્ચપેડ માટે આશ્રયસ્થાન રહ્યું છે. ઉત્તરમાં સવાઈ નાલા અને દક્ષિણમાં બહાવલપુર સ્થિત તાલીમ કેમ્પોને નિશાન બનાવવામાં આવ્યા હતા."
















