શોધખોળ કરો
આ ગુજરાતી ક્રિકેટરે ખરીદી એક કરોડ રૂપિયાની કાર, IPLથી કરી છે કરોડોની કમાણી
ગુજરાતી ક્રિકેટર જયદેવ ઉનડકડ IPL 2018નો સૌથી મોંઘો ખેલાડી રહ્યો છે. હાલમાં જ તેણે 1 કરોડ રૂપિયાથી વધુની કાર ખરીદી છે.

ફોટોઃ ટ્વિટર
1/9

ગુજરાતી ક્રિકેટર જયદેવ ઉનડકડ IPL 2018નો સૌથી મોંઘો ખેલાડી રહ્યો છે. હાલમાં જ તેણે 1 કરોડ રૂપિયાથી વધુની કાર ખરીદી છે.
2/9

IPLએ ભારતના ક્રિકેટરોની આર્થિક સ્થિતિ ઘણી સારી કરી દીધી છે. તેણે ઘણા યુવા ક્રિકેટરોને તેમની પ્રતિભા દર્શાવવાની તક આપી છે, જેમાં જયદેવ ઉનડકટનો પણ સમાવેશ થાય છે.
3/9

જયદેવ ઉનડકટ પણ ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ રહી ચૂક્યો છે. તાજેતરમાં લાંબા સમય પછી તેને ટીમમાં વાપસી કરવાની તક મળી હતી.
4/9

જો કે, ઉનડકટને આઈપીએલથી વાસ્તવિક ઓળખ મળી જ્યારે તેને 2018ની સીઝનમાં સૌથી મોંઘો ખેલાડી પણ સાબિત થયો હતો.
5/9

આ ક્રિકેટરે હાલમાં જ મર્સિડીઝ બેન્ઝ GLE SUV ખરીદી છે, જેની કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ છે.
6/9

આ SUV મર્સિડીઝની લક્ઝુરિયસ કારમાંથી એક છે, જે માત્ર 7.2 સેકન્ડમાં શૂન્યથી લઈને 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે અને 225 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડથી દોડી શકે છે.
7/9

IPL તેની કમાણીનો મુખ્ય સ્ત્રોત છે. આ ટૂર્નામેન્ટમાંથી ઘણા ક્રિકેટરોને ધનકુબેર બનવાની તક મળી છે.
8/9

જયદેવ ઉનડકટની વર્તમાન કમાણી દર મહિને 40 હજાર ડોલરથી વધુ છે. એટલે કે દર મહિને તે 33 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી રહ્યો છે.
9/9

જયદેવ ઉનડકટની વર્તમાન નેટવર્થ 6 મિલિયન ડોલર એટલે કે 50 કરોડ રૂપિયાથી વધુ છે.
Published at : 06 Aug 2023 10:11 AM (IST)
આગળ જુઓ
Advertisement