શોધખોળ કરો
Mahakal Mandir: IPL અગાઉ મહાકાલના દરબારમાં પહોંચ્યો કેએલ રાહુલ, માતા-પિતા સાથે કરી પૂજા
KL Rahul Mahakal Darshan: આઈપીએલ 2024 શરૂ થવામાં બે દિવસથી પણ ઓછો સમય બાકી છે. IPLની શરૂઆત પહેલા લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલ પોતાના માતા-પિતા સાથે મહાકાલેશ્વર મંદિર પહોંચ્યો હતો.

ફોટોઃ ટ્વિટર
1/6

KL Rahul Mahakal Darshan: આઈપીએલ 2024 શરૂ થવામાં બે દિવસથી પણ ઓછો સમય બાકી છે. IPLની શરૂઆત પહેલા લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલ પોતાના માતા-પિતા સાથે મહાકાલેશ્વર મંદિર પહોંચ્યો હતો.
2/6

ભારતીય ટીમનો વિકેટ કીપર બેટ્સમેન કેએલ રાહુલ બુધવારે (20 માર્ચ) પરિવાર સાથે ભગવાન મહાકાલના દરબારમાં પહોંચ્યો હતો. તેણે ભગવાન મહાકાલને જળ અને પંચામૃતથી અભિષેક કર્યો હતો.
3/6

મંદિરના પૂજારી ભૂષણ ગુરુએ જણાવ્યું કે બુધવારે (20 માર્ચ) સવારે યોજાયેલી ભસ્મ આરતીમાં ભગવાન મહાકાલને ભાંગ અને સૂકા મેવાથી શણગારવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે આ દરમિયાન રાજાધિરાજ ભગવાન મહાકાલને વિષ્ણુ તિલક લગાવવામાં આવ્યું હતું, જે સમગ્ર ભસ્મ આરતી દરમિયાન ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.
4/6

મહાકાલેશ્વર મંદિરના પૂજારીએ વધુમાં જણાવ્યું કે સામાન્ય રીતે ભગવાન મહાકાલને ત્રિપુંડ તિલક લગાવવામાં આવે છે. એકાદશી પર ખાસ કરીને મહાકાલેશ્વર મંદિરમાં શિવ અને વિષ્ણુની એક સાથે આરાધનાની તસવીર જોવા મળે છે.
5/6

આઈપીએલ 2024માં કેએલ રાહુલ લખનઉ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાહુલ ટૂંક સમયમાં ટીમ સાથે જોડાશે. લખનઉની પ્રથમ મેચ 24 માર્ચે રાજસ્થાન રોયલ્સ સામે છે.
6/6

આઈપીએલની શરૂઆત પહેલા કેએલ રાહુલે ભગવાન મહાકાલના મંદિરમાં માથું નમાવી આશીર્વાદ લીધા હતા.
Published at : 20 Mar 2024 02:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
