ઇન્ડિયન પ્રિમિયર લીગમાંથી બહાર ફેંકાયા બાદ મુંબઇ ઇન્ડિયન્સ અને ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા હાલમાં પરિવાર સાથે વેકેશન માણવા માલદીવ પહોંચ્યો છે. નોંધનીય છે કે આઇપીએલની આ સીઝન મુંબઇ ઇન્ડિયન્સ માટે ખરાબ રહી છે. મુંબઇ પોઈન્ટ ટેબલમાં 10માં નંબર પર રહી હતી.
2/5
રોહિત શર્માએ તેના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, જેમાં તે તેની પુત્રી અદારા શર્મા સાથે દરિયા કિનારે બેઠો છે. આ સિવાય રોહિત શર્માએ તે રિસોર્ટની તસવીરો પણ શેર કરી છે.
3/5
રોહિત શર્મા સિવાય તેની પત્ની રિતિકાએ પણ આ ટૂરના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. રોહિત પરિવાર સાથે રજાઓનો આનંદ માણતો જોવા મળી રહ્યો છે.
4/5
રોહિત શર્માએ IPL બાદ થોડા દિવસનો બ્રેક લીધો છે. તે સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરીઝનો ભાગ નહીં હોય. રોહિત શર્માના સ્થાને કેએલ રાહુલને ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જો કે રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં વાપસી કરશે.
5/5
જો આઈપીએલ 2022માં રોહિત શર્માના પ્રદર્શનની વાત કરીએ તો આ વખતે તેણે ફેન્સને નિરાશ કર્યા છે. રોહિત શર્મા 14 મેચમાં માત્ર 268 રન જ બનાવી શક્યો હતો, તેની એવરેજ 20થી ઓછી હતી.IPLના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે રોહિત શર્માએ IPLની કોઈ એક સિઝનમાં અડધી સદી ફટકારી નથી. આ વખતે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 14 મેચમાં માત્ર 4 મેચ જીતી શકી અને 10 મેચ હારી ગઈ હતી.