શોધખોળ કરો
અક્ષર પટેલના પરફોર્મન્સ પર ડ્રેસિંગ રૂમમાં શાનદાર ઉજવણી, શ્રેયસ ઐય્યરે કર્યો ડાન્સ, જુઓ PICS
ભારતનીની જીત પછી, ખેલાડીઓએ સ્ટેન્ડ અને ડ્રેસિંગ રૂમમાં જોરદાર ઉજવણી કરી.
ભારત વિરૂદ્ધ વેસ્ટ ઇન્ડિઝ
1/8

ટીમ ઈન્ડિયાએ રવિવારે રમાયેલી બીજી ODI મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 2 વિકેટથી હરાવીને મેચ અને શ્રેણી બંને જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયા હવે ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી આગળ છે, હવે નજર ક્લીન સ્વીપ પર છે. બીજી વનડેમાં એવું લાગી રહ્યું હતું કે મેચ ટીમ ઈન્ડિયાના હાથમાંથી નીકળી જશે, પરંતુ ત્યારપછી ઓલરાઉન્ડર અક્ષર પટેલે એવું શાનદાર પરફોર્મન્સ કર્યું કે ભારત મેચ જીતી ગયું.
2/8

ભારતનીની જીત પછી, ખેલાડીઓએ સ્ટેન્ડ અને ડ્રેસિંગ રૂમમાં જોરદાર ઉજવણી કરી. અક્ષર પટેલનું જબરદસ્ત સ્વાગત કરવામાં આવ્યું, એટલું જ નહીં, ખેલાડીઓએ સેલિબ્રેશનમાં જોરદાર ડાન્સ પણ કર્યો.
3/8

જ્યારે ટીમ ઈન્ડિયાને છેલ્લી ઓવરમાં 6 રનની જરૂર હતી, ત્યારે અક્ષર પટેલે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી. અક્ષરે વિનિંગ સિક્સર ફટકારતા જ સ્ટેન્ડમાં બેઠેલા ખેલાડીઓ આનંદથી ઉછળી પડ્યા હતા.
4/8

ટીમ ઈન્ડિયાના બેટ્સમેન શ્રેયસ અય્યરે આ મેચમાં શાનદાર ઈનિંગ રમી હતી. જ્યારે અક્ષરે વિનિંગ સિક્સર ઉડાવી ત્યારે શ્રેયસ અય્યર સ્ટેન્ડમાં હતો અને હવામાં બેટ લહેરાવીને નાચવા લાગ્યો હતો. તેની સાથે ઉભેલા બાકીના ખેલાડીઓએ પણ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.
5/8

આ પછી, ડ્રેસિંગ રૂમમાં એક મજાની ઉજવણી થઈ, જ્યારે અક્ષર પટેલ અને મોહમ્મદ સિરાજની જોડી અંદર પહોંચી. ત્યારબાદ કોચ રાહુલ દ્રવિડે અક્ષર પટેલને ગળે લગાવીને બંનેને અભિનંદન પાઠવ્યા હતા. મોહમ્મદ સિરાજે કહ્યું કે જ્યારે અક્ષર શોટ રમી રહ્યો હતો ત્યારે તેનો ઉત્સાહ જોઈને મને લાગ્યું કે મારે પણ મારવું જોઈએ.
6/8

આ પછી ખેલાડીઓએ ભેગા થઈને ગાંડા ડાન્સ કર્યો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન શિખર ધવને પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તમામ ખેલાડીઓ આવીને જોર જોરથી બૂમો પાડી રહ્યા છે અને કૂદી રહ્યા છે.
7/8

જો મેચની વાત કરીએ તો વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 311 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતે છેલ્લી ઓવરમાં 312 રન બનાવ્યા હતા. ભારત માટે અક્ષર પટેલે 35 બોલમાં 64 રનની શાનદાર ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી.
8/8

તમામ તસવીરોઃ ગેટી ઇમેજ
Published at : 26 Jul 2022 07:12 AM (IST)
આગળ જુઓ
Advertisement





















