શોધખોળ કરો
Advertisement

Virat Kohli's Restaurant: કિશોર કુમારના બંગલામાં વિરાટ કોહલીએ શરૂ કરી રેસ્ટોરન્ટ, જુઓ સુંદર તસવીરો
પ્રખ્યાત સિંગર રહેલા કિશોર કુમારનો જુહુમાં આવેલો બંગલો વિરાટ કોહલીએ લીઝ પર લીધો છે

વિરાટ કોહલીએ રેસ્ટોરન્ટ શરૂ કરી
1/9

પ્રખ્યાત સિંગર રહેલા કિશોર કુમારનો જુહુમાં આવેલો બંગલો વિરાટ કોહલીએ લીઝ પર લીધો છે. અહીં તેણે એક રેસ્ટોરન્ટ શરૂ કરી છે.
2/9

મુંબઈના જુહુમાં દિવંગત ગાયક કિશોર કુમારના બંગલામાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ રેસ્ટોરન્ટ શરૂ કરી છે. આ રેસ્ટોરન્ટનું નામ 'One8 Commune' રાખવામાં આવ્યું છે.
3/9

આ રેસ્ટોરન્ટનો ભવ્ય દેખાવ લોકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે. પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવા માટે જુહુની શ્રેષ્ઠ જગ્યાઓમાંથી એક કહેવાય છે.
4/9

આ રેસ્ટોરન્ટનું ઈન્ટિરિયર સોશિયલ મીડિયા પર છવાયેલું છે. યુઝર્સ આ સુંદર જગ્યાના જોરદાર વખાણ કરી રહ્યા છે.
5/9

આ રેસ્ટોરન્ટમાં વિરાટ કોહલીની જર્સી અને ઓટોગ્રાફ પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. હાલમાં જ કેટલાક સ્ટાર્સ પણ અહીં જોવા મળ્યા છે.
6/9

કિશોર કુમારના આ બંગલાનું નામ 'ગૌર કુંજ' છે. આ બંગલામાં કિશોર કુમાર રહેતા હતા. હવે વિરાટે આ બંગલો 5 વર્ષ માટે લીઝ પર લીધો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આ બંગલાને રેસ્ટોરન્ટમાં ફેરવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું.
7/9

વિરાટ કોહલી વિશ્વના ટોપ 100 સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓમાંનો એક છે. તે હાલમાં 30થી વધુ બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે. એક અનુમાન મુજબ તેમની કુલ સંપત્તિ 900 કરોડથી વધુ છે.
8/9

વિરાટ કોહલીએ ઘણા બિઝનેસમાં પોતાના પૈસા રોક્યા છે. તે UAE રોયલ્સ નામની ટેનિસ ટીમના સહ-સ્થાપક છે. આ સાથે તે Wrogn અને ISL ના FC Goa ના કો-ફાઉન્ડર પણ છે.
9/9

કિશોર કુમાર હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ છે. તેમની કારકિર્દીમાં તેમણે 100 થી વધુ મ્યૂઝિક ડિરેક્ટર્સ સાથે 2678 ગીતો ગાયા છે. કિશોર કુમાર એક્ટિંગ પણ કરતા હતા. તેમણે લગભગ 88 ફિલ્મોમાં અભિનેતા તરીકે કામ કર્યું. લગભગ 35 વર્ષ પહેલા 13 ઓક્ટોબર 1987ના રોજ તેમણે દુનિયાને અલવિદા કહ્યું હતું.
Published at : 12 Oct 2022 08:48 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર


gujarati.abplive.com
Opinion