શોધખોળ કરો
Year Ender 2023: એક ગુજરાતી સહિત ટીમ ઈન્ડિયાના આ ક્રિકેટર્સ ચાલુ વર્ષે બંધાયા લગ્નના બંધનમાં, જુઓ લિસ્ટ
Year Ender 2023: આ વર્ષે, કુલ 7 ભારતીય ક્રિકેટરોએ લગ્ન કર્યા, જેમાંથી સૌથી લેટેસ્ટ મેરેજ ફાસ્ટ બોલર મુકેશ કુમારના લગ્ન હતા.

ચાલુ વર્ષે લગ્નના બંધનમાં બંધાયેલા ક્રિકેટર્સ
1/7

ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે 23 જાન્યુઆરી, 2023ના રોજ બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. આથિયા બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીની દીકરી છે.
2/7

ભારતીય ઝડપી બોલર શાર્દુલ ઠાકુરે 27 ફેબ્રુઆરી, 2023ના રોજ મિતાલી પારુલકર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા શાર્દુલે 2021માં સગાઈ કરી હતી.
3/7

ભારતીય ટીમના રિકવરિંગ બેટ્સમેન રુતુરાજ ગાયકવાડે 3 જાન્યુઆરી, 2023ના રોજ ઉત્કર્ષ પવાર સાથે લગ્ન કર્યા હતા. ઉત્કર્ષ પણ એક ક્રિકેટર છે, જે મહારાષ્ટ્ર માટે સ્થાનિક ક્રિકેટ રમે છે.
4/7

ભારતીય ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ 08 જૂન, 2023ના રોજ રચના સાથે લગ્ન કર્યા હતા. ઈજાના કારણે ટીમની બહાર હતો ત્યારે કૃષ્ણાએ લગ્ન કરી લીધા હતા.
5/7

ભારતીય ફાસ્ટ બોલર મુકેશ કુમારે તાજેતરમાં 28 નવેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. મુકેશે દિવ્યા સિંહ સાથે લગ્ન કર્યા.
6/7

લાંબા સમયથી ટીમની બહાર રહેલા ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ 24 નવેમ્બર 2023ના રોજ લગ્ન કર્યા હતા. તેણે તેની ગર્લફ્રેન્ડ સ્વાતિ અસ્થાના સાથે લગ્ન કર્યા.
7/7

સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ, જે ભારત માટે ત્રણેય ફોર્મેટ રમે છે, તેણે 27 જાન્યુઆરી, 2023 ના રોજ તેની ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે લગ્ન કર્યા. બંનેના લગ્ન વડોદરામાં થયા હતા.
Published at : 12 Dec 2023 04:21 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દુનિયા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
