આ હરાજીમાં 75 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ કેટેગરીમાં 15 વિદેશી ખેલાડીઓને સામેલ કરાયા છે. આ કેટેગરીમાં ભારતનો એક પણ ખેલાડી નથી અને તમામ વિદેશી ખેલાડી છે.
2/4
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન માટે 18 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં હરાજી થવાની છે. આ એક મિની ઓક્શન હશે. આ વર્ષે હરાજીમાં કુલ 292 ક્રિકેટરો માટે બોલી બોલાશે. જેમાં 164 ભારતીય 125 વિદેશી અને ત્રણ આઈસીસીના સભ્ય દેશોના ખેલાડીને સામેલ કરવામાં આવ્યા છે. ત્યારે આ વખતે આઈપીએલ હરાજીમાં એક કરોડની બેઝ પ્રાઈસની કેટેગરીમાં 11 ખેલાડીઓને સામેલ કર્યા છે. (તસવીર-આઈપીએલ ટ્વિટર)
3/4
એક કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ કેટેગરીમાં માત્ર બે જ ભારતીય ક્રિકેટરો છે અને 9 વિદેશી ખેલાડી છે. ભારતના ફાસ્ટ બોલર ઉમેશ યાદવ અને હનુમા વિહારીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
4/4
આ પૈકી 10 ક્રિકેટરોને 2 કરોડ રૂપિયાન સૌથી ઉંચા બ્રેકેટમાં મૂકાયા છે. આ લિસ્ટમાં ભારતના માત્ર બે ક્રિકેટરો છે જ્યારે વિદેશના 8 ક્રિકેટરો છે. બીજા નંબરની 1.50 કરોડની બેઝપ્રાઈઝ કેટેગરીમાં તમામ 12 ક્રિકેટરો વિદેશી છે.