શોધખોળ કરો
Bhagwani Devi: કોણ છે ભગવાની દેવી જેમણે 94 વર્ષની ઉંમરે ગોલ્ડ મેડલ જીત્યો, ખેતરમાં કામ કરે છે ભગવાની દેવી

ભગવાની દેવી
1/6

દિલ્હીના નજફગઢ ગ્રામ્ય વિસ્તારના મલિકપુર ગામના રહેવાસી 94 વર્ષીય ભગવાની દેવી ડાગરે સાબિત કર્યું છે કે 'ઉંમર એ માત્ર એક નંબર છે'. ભગવાની દેવીએ ફિનલેન્ડ વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
2/6

94 વર્ષીય એથ્લેટ દાદીએ માત્ર 24.74 સેકન્ડમાં 100 મીટરની દોડ પૂરી કરીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. ફિનલેન્ડ ચેમ્પિયનશિપમાં તેમણે એક ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
3/6

આ ચેમ્પિયનશિપમાં દાદીએ માત્ર દોડમાં જ આ સિદ્ધિ દર્શાવી નથી, પરંતુ ભગવાની દેવીએ ગોળા ફેંક અને ડિસ્કસ થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.
4/6

આ પહેલા આ ચેમ્પિયનશિપમાં 23.15 સેકન્ડમાં આ 100 મીટરની રેસ પૂરી કરવાનો વર્લ્ડ રેકોર્ડ છે. હવે ભારતની દાદીએ તેને 24.74 સેકન્ડમાં આ દોડ પુરી કરી છે. દિલ્હીની રહેવાસી ભગવાની દેવી આ વર્લ્ડ રેકોર્ડ તોડવામાં માત્ર 1 સેકન્ડ પાછળ રહી ગયાં હતાં.
5/6

ભગવાની દેવીના પૌત્ર વિકાસ ડાગર પોતે આંતરરાષ્ટ્રીય પેરા એથ્લેટ અને રાજીવ ગાંધી સ્પોર્ટ્સ એવોર્ડી છે. વિકાસે કહ્યું કે, તેની દાદીનું જીવન સંઘર્ષથી ભરેલું રહ્યું છે, પરંતુ આજે તેમણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને પોતાનું સપનું પૂરું કર્યું છે. તેમણે કહ્યું કે તે આ માટે લડતો પણ રહ્યો, પરંતુ આજે તેની દાદીએ તેનું સપનું સાકાર કર્યું.
6/6

વિકાસે જણાવ્યું કે દાદી એક સામાન્ય ગૃહિણી છે જે ઘરના તમામ કામ જાતે જ કરે છે. આ સાથે તે ખેતરોમાં પણ કામ કરે છે. વિકાસે જણાવ્યું કે, તેની દાદી ભગવાની દેવીએ આ વર્ષે એપ્રિલમાં દિલ્હી સ્ટેટમાં 3 ગોલ્ડ અને ચેન્નાઈ નેશનલમાં 3 ગોલ્ડ મેડલ જીત્યા હતા.
Published at : 12 Jul 2022 08:51 PM (IST)
આગળ જુઓ
Advertisement