શોધખોળ કરો
National Games 2022: પીવી સિંધુએ રાઈફલ પર હાથ અજમાવ્યો, જુઓ ભારતના સ્ટાર ખેલાડીઓની ગુજરાત મુલાકાતની ખાસ તસવીરો
National Games 2022: પ્રધાનમંત્રી મોદી સાંજે 7 કલાકે મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આયોજીત ખાસ કાર્યક્રમમાં નેશનલ ગેમ્સની શરુઆત કરાવશે. (તમામ ફોટો સોર્સ - સોશિયલ મીડિયા)

પીવી સિંધુએ પણ શૂટિંગ ગન પર હાથ અજમાવ્યો
1/8

National Games 2022: આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 36મા નેશનલ ગેમ્સની શરુઆત કરાવશે. પ્રધાનમંત્રી મોદી સાંજે 7 કલાકે મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજીત ખાસ કાર્યક્રમમાં નેશનલ ગેમ્સની શરુઆત કરાવશે.
2/8

આ કાર્યક્રમની પહેલાં ભારતના જાણીતા ઓલંપિક ખેલાડીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગઈકાલે જેવ્લીન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતનાર નિરજ ચોપડા પણ વડોદરામાં ગરબા રમતો જોવા મળ્યો હતો.
3/8

બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ, શૂટર ગગન નારંગ, અંજુ બોબી જ્યોર્જ અને તૃપ્તિ મુરગુંડે 36મી નેશનલ ગેમ્સ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે.
4/8

આ તમામ ખેલાડીઓએ નેશનલ ગેમ્સમાં સહભાગીઓને મળવા અને તેમને ઉત્સાહ આપવા માટે અમદાવાદ રાઈફલ ક્લબની મુલાકાત લીધી હતી.
5/8

અમદાવાદ રાઈફલ ક્લબની મુલાકાત દરમિયાન ગગન નારંગે શૂટિંગની ગન પર હાથ અજમાવ્યો હતો.
6/8

ભારતની સ્ટાર બેટમિન્ટન ખેલાડી પીવી સિંધુએ પણ શૂટિંગ ગન પર હાથ અજમાવ્યો હતો અને નિશાન તાક્યું હતું.
7/8

મહત્વનું છે કે, આજથી શરુ થનારા 36મા નેશનલ ગેમ્સની યજમાની ગુજરાત કરી રહ્યું છે. વિવિધ રમતોના ખેલાડીઓ નેશનલ ગેમ્સમાં રમીને દેશ લેવલે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે.
8/8

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 36મા નેશનલ ગેમ્સની શરુઆત કરાવશે. પ્રધાનમંત્રી મોદી સાંજે 7 કલાકે મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજીત ખાસ કાર્યક્રમમાં નેશનલ ગેમ્સની શરુઆત કરાવશે.
Published at : 29 Sep 2022 05:08 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
