નવી દિલ્હીઃ આજથી આઇપીએલની 14મી સિઝનની શરૂઆત થઇ રહી છે. દુનિયાની આ સૌથી મોટી લીગ છે, આજે મુંબઇ ઇન્ડિયન્સ અને રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉર વચ્ચેની મેચથી ટૂર્નામેન્ટની શરૂઆત થશે.
2/7
ખાસ વાત છે કે આ લીગમાં બૉલરોનો જલવો રહ્યો. આજે અમે તમને એવા બૉલરો વિશે માહિતી આપી રહ્યાં છીએ, જેમને આઇપીએલ ઇતિહાસમાં સૌથી વધુ વિકેટો ઝડપી છે.
3/7
આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટો લેવાના મામલે મુંબઇ ઇન્ડિયન્સ અને શ્રીલંકાનો સ્ટાર બૉલર લસિથ મલિંગા ટૉપ પર છે. લસિથ મલિંગાએ આઇપીએલમાં 122 મેચોમાં 19.80ની એવરેજથી અને 7.14ના ઇકૉનોમી રેટથી 170 વિકેટ લીધી છે. એક મેચમાં 13 રન આપીને 5 વિકેટ તેનો સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
4/7
આ લિસ્ટમાં બીજા નંબર પર સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમી રહેલો ભારતીય દિગ્ગજ અમિત મિશ્રા છે. મિશ્રાએ અત્યાર સુધી આઇપીએલમાં 150 મેચો રમી છે. 7.34ની એવરેજથી 160 વિકેટ પોતાના નામે કરી છે. આ દરમિયાન 17 રન આપીને 5 વિકેટ તેનો બેસ્ટ ફિગર છે. મિશ્રાએ આઇપીએલમાં સૌથી વધુ 3 વાર હેટ્રિક લેવાનુ કારનામુ કરી ચૂક્યો છે.
5/7
સૌથી વધુ વિકેટ લેવાના લિસ્ટમાં બૉલરોના લિસ્ટમાં પિયુષ ચાવલાનો નંબર આવે છે. જેને 164 મેચોમાં 156 વિકેટ પોતાના નામે કરી છે. આ દરમિયાન 17 રન આપીને 4 વિકેટ તેનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
6/7
બે વારની પર્પલ કેપ વિજેતા ચેન્નાઇ સુપર કિંગ્સના ડ્વે બ્રાવો આ લિસ્ટમાં ચોથા નંબર પર છે. બ્રાવોએ અત્યાર સુધી આ લીગમાં 140 મેચ રમી 153 વિકેટ પોતાના નામે કરી છે. એક મેચમાં 22 રન આપીને 4 વિકેટ તેનુ બેસ્ટ પરફોર્મન્સ છે.
7/7
ટર્બનેટરના નામથી જાણીતો દિગ્ગજ ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહ આ લિસ્ટમાં પાંચમાં નંબર પર છે. આ વર્ષે કેકેઆર તરફથી રમી રહેલા હરભજને 160 મેચો રમી છે, જેમાં તેને 7.05ની બેસ્ટ એવરેજથી 150 વિકેટ પોતાના નામે કરી છે. 18 રન આપીને 5 વિકેટ તેનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.