શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મૂળ ભારતીય અને અમેરિકાની ટીમમાંથી રમતા ક્રિકેટરે ફટકારી 6 બોલમાં 6 સિક્સર, યુવરાજ સહિત ક્યા 3 ક્રિકેટરની કરી બરાબરી ?
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/10/d6b0b4396c22b517c0e017299ae39c05_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Jaskaran_Malhotra
1/7
![મસ્કટઃ ભારતીય મૂળના જસકરણ મલ્હોત્રા (Jaskaran Malhotra) એ વનડે ઇન્ટરનેશનલમાં 6 બૉલમાં 6 છગ્ગા ફટકારીને નવો રેકોર્ડ બનાવી દીધો છે. તે વનડેમાં હર્શલ ગિબ્સ (Herschelle Gibbs) બાદ એક ઓવરમાં 6 છગ્ગા ફટકારનારો દુનિયાનો માત્ર બીજો ખેલાડી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/10/6921d85d29fdad4c910636e3c1de59292c51d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મસ્કટઃ ભારતીય મૂળના જસકરણ મલ્હોત્રા (Jaskaran Malhotra) એ વનડે ઇન્ટરનેશનલમાં 6 બૉલમાં 6 છગ્ગા ફટકારીને નવો રેકોર્ડ બનાવી દીધો છે. તે વનડેમાં હર્શલ ગિબ્સ (Herschelle Gibbs) બાદ એક ઓવરમાં 6 છગ્ગા ફટકારનારો દુનિયાનો માત્ર બીજો ખેલાડી છે.
2/7
![જસકરણ મલ્હોત્રા મૂળ ભારતીય છે અને તે અમેરિકાન તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે. અમેરિકા તરફથી રમતા જસકરણ મલ્હોત્રાએ પાપુઆ ન્યૂ ગિની વિરુદ્ધ 50મી ઓવરમાં આ કારનામુ કરી બતાવ્યુ છે. તેને અણનમ 173 રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં 16 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા, એટલે કે તેને 20 બૉલ પર 112 રન બનાવી દીધા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/10/e7f4eef782359ff914477d03c51f9be85908c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જસકરણ મલ્હોત્રા મૂળ ભારતીય છે અને તે અમેરિકાન તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે. અમેરિકા તરફથી રમતા જસકરણ મલ્હોત્રાએ પાપુઆ ન્યૂ ગિની વિરુદ્ધ 50મી ઓવરમાં આ કારનામુ કરી બતાવ્યુ છે. તેને અણનમ 173 રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં 16 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા, એટલે કે તેને 20 બૉલ પર 112 રન બનાવી દીધા હતા.
3/7
![ભારતીય મૂળનો અને મૂળ પંજાબમાં રહેનારા જસકરણ મલ્હોત્રાની આ ફક્ત 7મી ઇન્ટરનેશનલ વનડે મેચ છે. આ મેચ પહેલા 31 વર્ષના આ બેટ્સમેનનો હાઇએસ્ટ સ્કૉર 18 રનનો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/10/5475f7b0c3abf58cf6ab31a48dc1cf771e162.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતીય મૂળનો અને મૂળ પંજાબમાં રહેનારા જસકરણ મલ્હોત્રાની આ ફક્ત 7મી ઇન્ટરનેશનલ વનડે મેચ છે. આ મેચ પહેલા 31 વર્ષના આ બેટ્સમેનનો હાઇએસ્ટ સ્કૉર 18 રનનો હતો.
4/7
![જસકરણ મલ્હોત્રાએ ફાસ્ટ બૉલર ગાઉડી ટોકાની ઓવરમાં આ કારનામુ કર્યુ. તે 5માં નંબર પર બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો. તેને 124 બૉલ રમ્યા હતા. અમેરિકાએ આ મેચમાં પહેલા બેટિંગ કરતા 9 વિકેટ પર 271 રન બનાવ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/10/c89ddaddd569f67c95a993e45a77f1f72f651.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જસકરણ મલ્હોત્રાએ ફાસ્ટ બૉલર ગાઉડી ટોકાની ઓવરમાં આ કારનામુ કર્યુ. તે 5માં નંબર પર બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો. તેને 124 બૉલ રમ્યા હતા. અમેરિકાએ આ મેચમાં પહેલા બેટિંગ કરતા 9 વિકેટ પર 271 રન બનાવ્યા હતા.
5/7
![યુવરાજ પણ કરી ચૂક્યો છે આ કારનામુ - જસકરણ મલ્હોત્રા પહેલા વનડે ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન હર્શલ ગિબ્સે આ કારનામુ કર્યુ હતુ. તેને 2007માં વનડે વર્લ્ડ કપ દરમિયાન નેધરલેન્ડ વિરુદ્ધ આવુ કર્યુ હતુ. વળી, ભારતના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન યુવરાજ સિંહે 2007 ટી20 વર્લ્ડકપમાં આ કારનામુ કર્યુ હતુ. યુવરાજે ઇંગ્લેન્ડના ફાસ્ટ બૉલર સ્ટુઅર્ટ બ્રૉડની ઓવરમાં 6 બૉલમાં 6 છગ્ગા ફટકારી દીધા હતા. આ વર્ષે માર્ચમાં વેસ્ટ ઇન્ડિઝના કીરોન પોલાર્ડે શ્રીલંકા વિરુદ્ધ ટી20 ઇન્ટરનેશનલ મેચમાં એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/10/55abecafd01c087af4072a8ea6cfb14d8ba89.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યુવરાજ પણ કરી ચૂક્યો છે આ કારનામુ - જસકરણ મલ્હોત્રા પહેલા વનડે ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન હર્શલ ગિબ્સે આ કારનામુ કર્યુ હતુ. તેને 2007માં વનડે વર્લ્ડ કપ દરમિયાન નેધરલેન્ડ વિરુદ્ધ આવુ કર્યુ હતુ. વળી, ભારતના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન યુવરાજ સિંહે 2007 ટી20 વર્લ્ડકપમાં આ કારનામુ કર્યુ હતુ. યુવરાજે ઇંગ્લેન્ડના ફાસ્ટ બૉલર સ્ટુઅર્ટ બ્રૉડની ઓવરમાં 6 બૉલમાં 6 છગ્ગા ફટકારી દીધા હતા. આ વર્ષે માર્ચમાં વેસ્ટ ઇન્ડિઝના કીરોન પોલાર્ડે શ્રીલંકા વિરુદ્ધ ટી20 ઇન્ટરનેશનલ મેચમાં એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા હતા.
6/7
![આ મેચ પહેલા જસકરણ સિંહ મલ્હોત્રાએ વનડેની 6 અને ટી20ની 6 ઇન્ટરનેશનલ મેચ રમી હતી, પરંતુ તે બન્ને ફોર્મેટમાંથી એકપણમાં ફિફ્ટી નથી ફટકારી શક્યો. જસકરણ મલ્હોત્રાનો હાઇએસ્ટ સ્કૉર વનડેમાં 18 રન હતો જ્યારે ટી20માં 38 રનનો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/10/75211431cfcd8986e3e34164df1abc6740f64.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ મેચ પહેલા જસકરણ સિંહ મલ્હોત્રાએ વનડેની 6 અને ટી20ની 6 ઇન્ટરનેશનલ મેચ રમી હતી, પરંતુ તે બન્ને ફોર્મેટમાંથી એકપણમાં ફિફ્ટી નથી ફટકારી શક્યો. જસકરણ મલ્હોત્રાનો હાઇએસ્ટ સ્કૉર વનડેમાં 18 રન હતો જ્યારે ટી20માં 38 રનનો હતો.
7/7
![લિસ્ટ એ ક્રિકેટની વાત કરવામાં આવે તો તે 26 મેચોમાં 20ની એવરેજથી 473 રન બનાવી ચૂક્યો છે. 3 ફિફ્ટી સામેલ છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/10/3dfb44275f0c268402adf8e388127e9f4d174.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લિસ્ટ એ ક્રિકેટની વાત કરવામાં આવે તો તે 26 મેચોમાં 20ની એવરેજથી 473 રન બનાવી ચૂક્યો છે. 3 ફિફ્ટી સામેલ છે
Published at : 10 Sep 2021 01:31 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion