શોધખોળ કરો
Apple પોતાના નવા iPhone 13માંથી આ ખાસ ફિચરને કાઢી દેશે, જાણો નવા મૉડલમાં શું આપશે સ્પેશ્યલ.....

iPhone_
1/8

નવી દિલ્હીઃ દિગ્ગજ અમેરિકન ટેક કંપની Appleની આગામી સીરીઝ iPhone 13ના લૉન્ચિંગ પહેલા યૂઝર્સની આશાઓ પર મોટો ઝટકો લાગ્યો છે. ખરેખરમાં, iPhone 13ને કંપની હવે વિના ઇન-ડિસ્પ્લે ટચ આઇડી સપોર્ટ સાથે જ માર્કેટમાં ઉતારવા જઇ રહી છે.
2/8

મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો Apple તરફથી Touch IDના iPhone 13 સીરીઝના સ્માર્ટફોનમાં ટેસ્ટિંગ શરૂ કરવામા આવી રહી છે. પરંતુ માનવામાં આવે છે કે iPhone 13ને ટચ આઇડી સપોર્ટ નહીં આપવામાં આવે.
3/8

રિપોર્ટ્સનુ માનીએ તો Apple તરફથી iPhone 13 સીરીઝ અંતર્ગત ચાર મૉડલ લૉન્ચ કરવામાં આવશે. આમાં એક નાની નૉચ ડિસ્પ્લેની સાથે એક નવો કેમેરા સેટઅપ હોઇ શકે છે. જાણો શું હશે ખાસ...
4/8

પહેલાથી ફાસ્ટ હશે 5Gની સ્પીડ- લીક રિપોર્ટ્સનુ માનીએ તો iPhone 13 સીરીઝને mmWave 5Gનો સપોર્ટ મળી શકે છે. કેટલાક દેશોમાં આ વર્ષ સુધી mmWave 5G કવરેજ મળવા લાગશે, જેનાથી iphone 13 દ્વારા યૂઝર્સ હાઇસ્પીડ 5G કનેક્ટિવિટીની મજા લઇ શકશે.
5/8

image 7
6/8

જાણકારી અનુસાર, mmWave નેટવર્ક પર બીજા 5G નેટવર્કની સરખામણીમાં ફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ મળે છે, પરંતુ પ્રાઇસ પણ વધુ હોય છે.
7/8

શાનદાર હશે કેમેરા- કંપની અનુસાર, iPhone 13ના કેમેરાને પણ અગાઉના મૉડલની સરખામણીમાં વધુ ઇમ્પ્રૂવ કરવામાં આવ્યા છે. ફોનમાં સિનેમેટિક વીડિયો નામનુ એક નવો રેકોર્ડિંગ મૉડ આપવામાં આવ્યો છે. જે વીડિયોમાં ફોટા વાળી બોકેહ ઇફેક્ટ લઇને આવશે. એટલુ જ નહીં યૂઝર્સ પોટ્રેટ મૉડની જેમ પોતાના વીડિયોને રેકોર્ડ કર્યા બાદ તેમાં બ્લેર કેટલુ રાખવુ છે એ પણ ચેન્જ કરી શકશે.
8/8

આવી હશે ડિસ્પ્લે- Appleનો આ આઇફોન iOS 15, A15 bionic પર કામ કરશે. આમાં ઇમેજ પ્રૉસેસિંગ માટે લિક્વિડ ક્રિસ્ટલ પૉલીમર સર્કિટ બોર્ડ ઉપરાંત નાઇટ મૉડ કેમેરા આપવામાં આવી શકે છે. આમાં નવુ Qualcomm X60 મૉડલ અને WiFi 6E સપોર્ટ મળવાની આશા છે. iPhone 13 Pro અને iPhone 13 Pro Maxમાં 120Hz રિફ્રેશ રેટની સાથે ડિસ્પ્લે આપવામાં આવી શકે છે, આમાં 512GB સુધી ઇન્ટરનલ સ્ટૉરેજ મળવાની સંભાવના છે.
Published at : 25 Aug 2021 10:44 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
