શોધખોળ કરો
Advertisement

Upcoming Smartphones: આ મહિને માર્કેટમાં આવી રહ્યાં છે આ ધૂંઆધાર ફોન, એપલ-મોટોરોલા લાવશે દમદાર ફોન, જુઓ લિસ્ટ...
Apple 9 સપ્ટેમ્બરે એક ઈવેન્ટમાં iPhone 16 સીરિઝ લૉન્ચ કરવા જઈ રહી છે. આ ફોનને એક ઈવેન્ટમાં લૉન્ચ કરવામાં આવશે.

એબીપી લાઇવ
1/5

Upcoming Smartphones: ભારતીય બજારમાં સ્માર્ટફોનની માંગ ઝડપથી વધી રહી છે. આવી સ્થિતિમાં સપ્ટેમ્બરમાં ઘણા સ્માર્ટફોન માર્કેટમાં આવવાના છે. તેમાં Apple iPhone 16 સીરીઝ તેમજ Motorola Razr 50 Flip સ્માર્ટફોનનો સમાવેશ થાય છે. આ સાથે, તમને આ સ્માર્ટફોન્સમાં ઉત્તમ ફિચર્સ તેમજ સ્ટાઇલિશ ડિઝાઇન પણ મળશે. ચાલો જાણીએ આવનારા સ્માર્ટફોન વિશે.
2/5

iPhone 16 Series - Apple 9 સપ્ટેમ્બરે એક ઈવેન્ટમાં iPhone 16 સીરિઝ લૉન્ચ કરવા જઈ રહી છે. આ ફોનને એક ઈવેન્ટમાં લૉન્ચ કરવામાં આવશે. આ ઇવેન્ટ કેલિફોર્નિયાના એપલ પાર્કમાં સવારે 10:00 am PT (10:30 IST) પર થશે. જાણકારી અનુસાર, કંપની આ સીરીઝમાં ચાર ફોન લૉન્ચ કરશે જેમ કે iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max.
3/5

Motorola Razr 50 - કંપની 9 સપ્ટેમ્બરે Motorolaનો બહુપ્રતીક્ષિત ફ્લિપ ફોન Razor 50 લોન્ચ કરવા જઈ રહી છે. આ ફોનના મોટાભાગના ફિચર્સ પણ સામે આવ્યા છે. Motorola Razr 50 MediaTek Dimensity 7300X SoC પ્રોસેસરથી સજ્જ હશે. આ ફોનનું એક્સટર્નલ ડિસ્પ્લે સેગમેન્ટમાં સૌથી મોટું ડિસ્પ્લે હશે.
4/5

Tecno Phantom V Fold 2 - Tecno ફૉલ્ડેબલ સેગમેન્ટમાં નવો ફોન લૉન્ચ કરવા જઈ રહ્યું છે. જાણકારી અનુસાર, કંપની આ મહિનાના અંત સુધીમાં Techno Phantom V Fold 2ને માર્કેટમાં લૉન્ચ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે કંપની Tecno Phantom V Fold 2ને બે રંગોમાં લૉન્ચ કરી શકે છે. ઉપરાંત, આ આવનાર સ્માર્ટફોન MediaTek ડાયમેન્શન 9000+ ચિપસેટ પ્રૉસેસરથી સજ્જ હશે.
5/5

Samsung Galaxy S24 FE - કંપની સેમસંગ ગેલેક્સી S24 FE સ્માર્ટફોન આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં માર્કેટમાં લૉન્ચ કરી શકે છે. તમને જણાવી દઈએ કે લોન્ચ થયા પહેલા પણ આ સ્માર્ટફોનને વિવિધ સર્ટિફિકેશન પર ઘણી વખત જોવામાં આવ્યો છે. આ સાથે સેમસંગ તેના નવા સ્માર્ટફોન Samsung Galaxy A16 પર પણ કામ કરી રહ્યું છે, જે ટૂંક સમયમાં દેશમાં પ્રવેશે તેવી શક્યતા છે.
Published at : 02 Sep 2024 01:58 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
