શોધખોળ કરો
ભારતના આ પાડોશી દેશમાં શરૂ થઈ ગઈ 5G ઈન્ટરનેટ સેવા, જાણો કેટલી સેકન્ડમાં 1 GBનું મૂવી થાય છે ડાઉનલોડ?
5G_05
1/6

નવી દિલ્હીઃ દુનિયાના કેટલાય દેશો હવે 4જીની જગ્યાએ 5જી નેટવર્ક તરફ વળ્યા છે. હવે આ લિસ્ટમાં ભારતના પાડોશી દેશ ચીનનો પણ સમાવેશ થઇ ગયો છે. ચીને તિબેટ બોર્ડરની પાસે દુનિયાની સૌથી ઉંચી રડાર સ્થળ પર 5જી સિગ્નલ બેઝ ખોલી દીધો છે. અહીંના ગનવાલા રડાર સ્ટેશન પર ચીને ઇન્ટરનેટ સર્વિસ શરૂ કરી દીધી છે.
2/6

ચીનના 5જી સર્વિસના સમાચાર ભારતને પણ અસર કરે છે. કેમકે ભારતમાં માટે ખાસ એટલા માટે છે કેમકે ગનવાલા રડાર સ્ટેશન ભારત અને ભૂટાનની સીમા સાથે જોડાયેલુ છે.
3/6

ચીનની સેનાની અધિકારિક વેબસાઇટ અનુસાર આ ટાવરની સમુદ્ર તળથી ઉંચાઇ 5,374 મીટર છે. આ દુનિયાની સૌથી ઉંચાઇ પર બનેલા મેન્યૂઅલી કામ કરનારુ રડાર સ્ટેશન છે.
4/6

ચીની સેનાનુ કહેવુ છે કે, તેને પોતાના સૈનિકોને 5જી સર્વિસ આપવા માટે ગયા વર્ષે ગનવાલામાં પ્રાઇવેટ સેક્ટરની સાથે મળીને આ સ્ટેશનનુ કામ શરૂ કર્યુ હતુ.
5/6

ચીનની વેબસાઇટ પર બતાવવામાં આવ્યુ છે કે આ સર્વિસના શરૂ થયા બાદ સૈનિક સોસાયટી સાથે જોડાયેલા રહેશે. આને બોર્ડર એરિયામાં તૈનાત જવાનોની ટ્રેનિંગને વધુ બેસ્ટ કરવાનો હેતુ છે. ખાસ વાત છે કે એક મૂવી ડાઉનલૉડ કરવામાં 5જી નેટવર્કથી 30 સેકન્ડથી પણ ઓછો સમય લાગશે.
6/6

ચીને ગયા વર્ષે પણ દુનિયાના સૌથી ઉંચાઇ વાળા તિબેટના સુદૂર હિમાલયી વિસ્તારમાં બેઝ સ્ટેશન શરૂ કર્યુ હતુ. આ બેઝ સ્ટેશન 6,500 મીટરની ઉંચાઇ પર બનાવવામા આવ્યુ હતુ. ચીનનુ કહેવુ હતુ કે આ સુવિધાથી પર્વતારોહણ, વૈજ્ઞાનિક અનુસંધાન, પર્યાવરણ નજર અને હાઇ-ડેફિનેશન સ્ટ્રીમિંગમાં મદદ મળશે.
Published at : 13 Apr 2021 02:17 PM (IST)
આગળ જુઓ





















