જો તમે કોઈ પર્સનલ ચેટ હાઈડ કરવા માટે Archive કર્યું છે તો તમે તે ફરીથી Unarchive પણ કરી શકો છો. Archive થયા બાદ ચેટ એક અલગ ફોલ્ડમાં સૌથી નીચે જતી રહે છે. તેને તમે કોન્ટેક્ટ નામ સર્ચ કર્યા બાદ ઓપન કરી શકો છો. જો તમે તેને નોર્મલ ચેટ બોક્સમાં લાવવા માંગતા હોય તો ચેટ પર ક્લિક કરી તેને Unarchive કરી શકો છો.
2/4
એન્ડ્રોઈડ યૂઝર્સ પણ પોતાની WhatsApp ચેટને સરળતાથી હાઈડ કરી શકે છે. તેના માટે સૌથી પહેલા WhatsApp ચેટમાં જવું પડશે। બાદમાં ચેટ પર થોડી વાર પ્રેસ કરતા ઘણા ઓપ્શન મળશે. અહીં તમારે archive ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરવાથી તમારી ચેટ હાઈડ થઈ જશે.
3/4
iPhoneમાં યૂઝ કરવા માટે સૌથી પહેલા તમારે WhatsApp ચેટમાં જવું પડશે. હવે તમે જે ચેટને હાઈડ કરવા માંગો છો તેના પર રાઈટ સ્વાઈપ કરો. બાદમાં એક archive નું ઓપ્શન મળશે. archive પર ક્લિક કરતા જ ચેટ હાઈડ થઈ જશે.
4/4
મેસેન્જિંગ એપ WhatsApp એ આ વર્ષે ઘણા ફીચર્સ લોન્ચ કર્યો ત્યારબાદ આ એપને વપરાશ કરવાનો અંદાજ બદલાઈ ગયો છે. જેના કારણે યૂઝર્સને ઘણી સુવિધા મળવા લાગી છે. જ્યારે WhatsApp માં પહેલાથી જ કેટલાક એવા ફિચર્સ છે જેના વિશે કદાચ ઘણા લોકો નહી જાણતા હોય. આજે અમે એમાંથી જ એક ફીચર્સ વિશે વાત કરીશું. હંમેશા આપણે અન્ય લોકોથી છુપાવવા માટે ચેટ ડિલિટ કરીએ છીએ. પરંતુ આ એપમાં એક એવું ફિચર્સ છે જેમાં ચેટને ડિલિટ કર્યા વગર સાચવી શકો છો. આ ફિચર્સનું નામ છે Archive chat.આવો જાણીએ કઈ રીતે યૂઝ કરી શકાય છે.