માઇક્રોબ્લિંગ સાઇટ Twitterએ પોતાના યૂઝર્સ માટે એપમાં Tweet Fleets સહિત ઘણા ફીચર્સ એડ કર્યા હતા. Tweet Fleets ફીચરના માધ્યમથી 24 કલાક અંદર ટ્વિટ કરવામાં આવેલી તસવીર કે વીડિયો તેની મેળે જ હટી જશે. જેમ કે ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી વોટ્સએપ સ્ટેટસમાં થાય છે.આ સિવાય હવે ટ્વિટરે પોતાના યૂઝર્સને ફોટો શેરિંગ એપ સ્નેપચેટ પર ડાયરેક્ટર ટ્વિટ શેર કરવાની મંજૂરી આપી દીધી છે. હવેથી યૂઝર્સને સ્નૈપચેટ પર ટ્વિટરનો સ્ક્રીનશોટ શેર કરવાની જરૂર નહી પડે.
2/4
રિપોર્ટ અનુસાર યૂઝર્સ ટ્વિટનો એક સ્નૈપ ક્રિએટ કરી શકે છે અને તેને મિત્રો સાથે શેર કરી શકે છે. આ સિવાય યૂર્ઝસ ટ્વિટને સ્નૈપચેટ પર પોતાની સ્ટોરીમાં પણ એડ કરી શકે છે. ટ્વિટરે દાવો કર્યો છે કે iOS યૂઝર્સ ગ્રુપ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ ટ્વિટને શેર કરી શકશે અને ખૂબ ઓછા સમયમાં એન્ડ્રોઈડ યૂઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
3/4
એક રિપોર્ટનું માનીએ તો ફીચર હાલ માત્ર iOS યૂઝર્સ માટે ઉપલબ્ધ છે અને માનવામાં આવી રહ્યું છે કે કંપની ટૂંક સમયમાં એન્ડ્રોઈડ યૂઝર્સ માટે ઉપલબ્ધ થશે. માત્ર પબ્લિક ટ્વિટ પર શેર બટન દબાવતા યૂર્ઝસને સ્નૈપચેટ પર ટ્વિટ શેર કરવાનું ઓપ્શન મળશે. પ્રાઈવેટ ટ્વિટમાં આ ઓપ્શન નહી મળે.
4/4
ઉલ્લેખનીય છે કે ટ્વિટરે થોડા સમય પહેલા થ્રેડેડ રિપ્લાઈ એક્સપેરિમેન્ટ શરૂ કર્યું હતું, પરંતુ યૂઝર્સને તેનાથી ચેટને વાંચવામાં મુશ્કેલી થઈ રહી હતી એટલે તેને બંધ કરવું પડ્યું. આ સિવાય યૂઝર્સ તરફથી નેગેટિવ ફીડબેક મળી રહ્યા હતા.