WhatsApp એ વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન્સમાંની એક છે. તાજેતરમાં WhatsApp ના નવા અપડેટમાં ઘણા બધા ફીચર્સ મળ્યા છે.
2/6
વોટ્સએપ ગ્રુપ એડમિન હવે કોઈપણ ગ્રુપ મેમ્બરના મેસેજ ડિલીટ કરી શકશે. આ રીતે તે મેસેજ ગ્રુપમાં કોઈને પણ દેખાશે નહીં.
3/6
આ ફીચર સાથે યુઝર્સ પ્લેટફોર્મ પર 'કોમ્યુનિટી' બનાવી શકશે. વાસ્તવમાં આ ફીચર હેઠળ એક ગ્રુપમાં ઘણા વોટ્સએપ ગ્રુપ સામેલ કરી શકાય છે.
4/6
નવા અપડેટ સાથે એક નવું ફીચર પણ આવ્યું છે કે હવે વોટ્સએપ વોઈસ કોલમાં એક સાથે 32 લોકોને એડ કરી શકાશે.
5/6
ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની જેમ હવે વોટ્સએપ યુઝર્સ એપ પર આવતા મેસેજ પર ઈમોજી સાથે રિએક્ટ કરી શકશે એટલે કે ટૂંક સમયમાં જ વોટ્સએપ પર ઈમોજી રિએક્શનનું ફીચર આવવાનું છે.
6/6
હવે તમે WhatsApp પર 2GB સુધીની સાઇઝની ફાઇલ સરળતાથી મોકલી શકો છો. યુઝર્સ આ ફીચરને ખૂબ પસંદ કરી રહ્યા છે.