WhatsApp Upcoming Features: દુનિયાની સૌથી પૉપ્યૂલર એપ વૉટ્સએપ અત્યારે પોતાની નવી પ્રાઇવસી પૉલીસીને લઇને વિવાદોમાં સપડાઇ છે. આ બધાની વચ્ચે વૉટ્સએપ પોતાના યૂઝર્સ માટે કેટલાય શાનદાર ફિચર લૉન્ચ કરવાની તૈયારીમાં છે.
2/5
આ ફિચર્સ ચેટ એક્સપીરિયન્સને એટ્રેક્ટિવ બનાવી શકે છે. હાલ આ ફિચરનુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, અને આગામી થોડાક સમયમાં જ આ યૂઝર્સ માટે ઉપલબ્ધ કરાવી શકે છે. જાણો કયા છે આ નવા ફિચર્સ.......
3/5
બદલી શકોશો એપનો કલર..... જલ્દી જ વૉટ્સએપ યૂઝર્સને એપનો કલર બદલવાનુ બેસ્ટ ફિચર મળી જશે. આના દ્વારા તે ચેટ બૉક્સ અને ટેક્સ્ટનો કલર પણ બદલી શકશે. આનાથી તેની ચેટ એક્સપીરિયન્સ બેસ્ટ બની જશે. આ ફિચર ટેસ્ટિંગ મૉડમાં છે, અને બહુ જલ્દી લૉન્ચ કરી દેવામાં આવશે. આ ઉપરાંત વૉટ્સએપ ઇમૉજી અને સ્ટીકર્સને પણ સમય સમય પર અપડેટ કરતા રહે છે.
4/5
ચેટથી મળશે સ્ટીકર્સનુ સજેશન...... વૉટ્સએપનુ વધુ એક બેસ્ટ ફિચર લૉન્ચ કરવાની તૈયારીમાં છે, જેનુ યૂઝ કરીને યૂઝર્સ ચેટ દરમિયાન સ્ટીકર યૂઝ કરી શકશે. સાદા શબ્દોમાં કહીએ તો જ્યારે યૂઝર્સ ચેટ માટે કોઇ વાક્ય લખશે, તો વૉટ્સએપ તે પ્રમાણે સ્ટીકરનુ સજેશન આપશે. એટલે તમે ઇચ્છો તો સ્ટીકર મોકલીને પણ ચેટને એટ્રેક્ટિવ બનાવી શકો છો.
5/5
આ ફિચર્સ પણ પણ ચાલી રહ્યુ છે કામ..... વૉટ્સએપ અન્ય કેટલાય ફિચર્સ પણ કામ કરી રહ્યું છે, જે યૂઝર્સ માટે ખુબ મદદરૂપ સાબિત થશે. વૉટ્સએપ બહુ જલ્દી એક એવુ ફિચર લૉન્ચ કરશે જેના દ્વારા યૂઝર્સ પોતાના એકાઉન્ટથી લૉગ આઉટ કરી શકશે. સાથે જ વૉટ્સએપને એક સાથે અનેક ડિવાઇસમાં યૂઝ કરી શકાશે.