શોધખોળ કરો
Pics: Vivo Y15s સ્માર્ટફોનમાં છે દમદાર ફિચર્સ સાથે શાનદાર લૂક, જુઓ તસવીરોમાં નવો ફોન..........

Vivo_02
1/6

Vivo લૉન્ચ- ચીની સ્માર્ટફોન મેકર કંપની વીવોએ Vivo Y15s (2021)ને ભારતમાં લૉન્ચ કરી દીધો છે. Vivoના આ નવા સ્માર્ટફોનમાં વૉટરડ્રૉપ સ્ટાઇલ ડિસ્પ્લે નૉચ આપવામાં આવી છે. આના રિયરમાં ડ્યૂલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. Vivo Y15s Android Go edition પર કામ કરે છે.
2/6

આ સ્માર્ટફોનને બે કલર ઓપ્શન અને 5,000mAh ની બેટરી સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. આ સેગમેન્ટમાં Vivo Y15sની ટક્કર Moto E40 અને Redmi 10 Primeની સાથે થશે.
3/6

Vivo Y15s ની કિંમત અને ઉપલબ્ધતા - Vivo Y15sની કિંમત ભારતમાં 10,990 રૂપિયા રાખવામાં આવી છે. આ કિંમત ઉપરાંત આના એકમાત્ર 3GB રેમ અને 32GB સ્ટૉરેજ વેરિએન્ટ માટે રાખવામાં આવી છે. આ સ્માર્ટફોનને Mystic Blue અને Wave Green કલર ઓપ્શનમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
4/6

Vivo Y15s ને Vivo India E-Store ઉપરાંત દેશભરના રેટિલ સ્ટૉર પરથી ખરીદવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે Vivo Y15Sને કંપનીએ 2015માં પણ લૉન્ચ કર્યો હતો, આ તેનુ નેક્સ્ટ વર્ઝન છે.
5/6

Vivo Y15s ની સ્પેશિફિકેશન્સ - ડ્યૂલ નેનો સિમ પર ચાલનારા Vivo Y15s Android 11 (Go edition) બેઝ્ડ Funtouch OS 11.1ની સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં 6.51- ઇંચની HD+ IPS સ્ક્રીન આપવામાં આવી છે. આમાં MediaTek Helio P35નુ ઓક્ટાકૉર પ્રૉસેસર 3GB રેમની સાથે આપવામાં આવી છે.
6/6

ફોટોગ્રાફી માટે ફોનના રિયરમાં ડ્યૂલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આનો પ્રાઇમરી કેમેરો 13 મેગાપિક્સલનો છે. આની સાથે 2 મેગાપિક્સલનો મેક્રો શૂટર આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 5,000mAhની બેટરી 10W ચાર્જિંગ સપોર્ટની સાથે આપવામાં આવી છે.
Published at : 19 Feb 2022 12:27 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
