શોધખોળ કરો
Photos: માર્કેટમાં આવી રહ્યો છે દુનિયાનો પહેલો Resizable Phone, સ્ક્રીન જરૂરિયાત પ્રમાણે થશે એડજસ્ટ
શું તમે ક્યારેય એવો ફોન જોયો છે જેને જરૂરિયાતના હિસાબે રિસાઇઝ કરી શકાય, એટલે જરૂરિયાત પ્રમાણે નાનું કે મોટું કરી શકાય છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી....)
1/6

World First Resizable Phone: આજકાલ માર્કેટમાં સ્માર્ટફોન કંપનીઓ પોતાના ફોનને વધુને વધુ સારા ફિચર્સ સાથે લૉન્ચ કરી રહી છે. હવે આ લિસ્ટમાં એક વધુ દમદાર આવી રહ્યો છે. જે રિસાઇઝેબલ છે. શું તમે ક્યારેય એવો ફોન જોયો છે જેને જરૂરિયાતના હિસાબે રિસાઇઝ કરી શકાય, એટલે જરૂરિયાત પ્રમાણે નાનું કે મોટું કરી શકાય છે. જાણો આ નવા લેટેસ્ટ ફોન વિશે.....
2/6

Motorola દુનિયાનો પહેલો એવો ફોન લાવી રહ્યું છે જે Resizabale છે, એટલે કે તે જરૂરિયાત મુજબ સ્ક્રીનને નાની અને મોટી બનાવે છે. આ એક કૉન્સેપ્ટ ફોન છે જેને કંપની આગામી દિવસોમાં લૉન્ચ કરશે. ફોન MWC 2023માં જોવા મળ્યો હતો.
3/6

આ ફોનનું નામ Motorola Rizr Rollable છે. આ ફોન સામાન્ય યૂઝમાં 5 ઇંચ રહે છે, જે 6.5 ઇંચ સુધી વધી શકે છે. પાછળની બાજુએ એક સ્ક્રીન પણ અવેલેબલ છે, જે પાછળના કેમેરાથી ફોટા લેતી વખતે ખુબ મદદ કરે છે. આ સ્ક્રીન એ જ છે જે મોટી થાય છે અને આગળ શિફ્ટ થાય છે. પાવર બટનને બે વાર ટેપ કરવાથી તે ફોનની સ્ક્રીનને ફરીથી માપવાનું શરૂ કરે છે.
4/6

ધારો કે તમે ફોન પર ઈમેલ લખવા માંગો છો, તો ફોનનું સૉફ્ટવેર આપોઆપ સ્ક્રીનને મોટી કરી દેશે કારણ કે, મેઈલ ટાઈપ કરવા માટે તમારે કીબોર્ડની જરૂર પડશે. મતલબ કે ફોનનું સૉફ્ટવેર જરૂરિયાતને સમજે છે અને તે પ્રમાણે સ્ક્રીનને એડજસ્ટ કરે છે.
5/6

ઉલ્લેખનીય છે કે, આ એક કૉન્સેપ્ટ ફોન છે જેને કંપની આગામી દિવસોમાં લૉન્ચ કરશે. કંપનીએ ફોનમાં શું સ્પેક્સ છે તેની માહિતી શેર કરી નથી. શક્ય છે કે કંપની સમયની સાથે સ્પેક્સના સંદર્ભમાં કેટલાક ફેરફાર કરી શકે.
6/6

જો તમે YouTube જુઓ છો અને ફોનને ફેરવો છો, તો સ્ક્રીન આપમેળે મોટી થવા લાગે છે અને જ્યારે તમે ફોનને સીધો રાખો છો ત્યારે તે ફરીથી ગોઠવાય છે.
Published at : 24 Jun 2023 03:12 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
આરોગ્ય
ગુજરાત
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
