ટોયોટા અર્બન ક્રૂઝરની કિંમતની શરૂઆત 8.4 લાખ રૂપિયાથી થાય છે, જે 11.3 લાખ સુધી જાય છે, આના ટૉપ ફિચર વાળા ઓટોમેટિક મૉડલની કિંમત 11.3 લાખ રૂપિયા સુધીની છે. ટોયોટાની અર્બન ક્રૂઝર ખરીદવા માટે બેસ્ટ છે, અને માર્કેટમાં સારો રિસોપૉન્સ મળી રહ્યો છે.
2/7
ફિચર્સની વાત કરીએ તો ટોયોટાની આ એસયુવીમાં એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટોની સાથે ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક એસી અને એલઇડી ડીઆરએલની સાથે પ્રૉજેક્ટર હેડલેમ્પ જેવા ફિચર મળશે. ટોયોટા પોતાની આ એસયુવી ટૉપ એન્ડ વેરિએન્ટમાં જ આપશે.
3/7
અર્બૂન ક્રૂઝરનુ ઇન્ટિયર મારુતિ બ્રેઝા જેવુ જ છે, જોકો આના કેબિનમાં બ્રાઇટ કલર સ્કીમ અને નવી અપહોલ્સ્ટ્રી આપવામાં આવી છે.
4/7
અર્બન ક્રૂઝર એસયુવી મારુતિ બ્રિઝા વાળુ 1.5 લીટર કે સીરીઝ પેટ્રૉલ એન્જિન મળશે, જે સુઝુકીની માઇલ્ડ હાઇબ્રિડ ટેકનોલૉજી સાથે આવે છે. આ એન્જિન 103bhpના પાવર અને 138Nm ટૉર્ક જનરેટ કરે છે. સાથે 5-સ્પીડ મેન્યૂઅલ અને 4-સ્પીડ ટૉર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબૉક્સના ઓપ્શન મળે છે.
5/7
આ નવી એસયુવીની સાથે ટોયોટા ભારતીય માર્કેટમાં જબરદસ્ત એન્ટ્રી કરશે. હાલ આ કારને ટક્કર આપવા માટે મહિન્દ્રા એક્સયુવી 300, ટાટા નેક્સૉન, ફોર્ડ ઇકોસ્પૉર્ટ અને કિયા સૉનેટ સાથે થવાની છે.
6/7
અર્બન ક્રૂઝર એસયુવી મૂળ રીતે મારુતિ સુઝુકીની વિટારા બ્રિઝાનુ રિ-બેઝ વર્ઝન છે. આ ટોયોટા સુઝૂકીના પાર્ટનરશીપ અંતર્ગત આવનારી બીજી કાર હશે. આ ભાગીદારી અંતર્ગત પહેલીવાર ટોયોટા ગ્લેંઝા આવી હતી, જેમા મારુતિ બલેનો પર આધારિત છે. તસવીરોમાં અર્બન ક્રૂઝર એસયુવી જબરદસ્ત ઝલક દેખાઇ રહી છે, આમાં ટોયોટા ફોર્ચ્યૂનરથી પ્રેરિત ડ્યૂલ -ક્રોમ ગ્રિલ છે, જેની વચ્ચે ટોયોટાનો લોગો આપવામાં આવ્યો છે.
7/7
નવી દિલ્હીઃ ટોયોટા ભારતીય બજારમાં નવા સબ કૉમ્પેક્ટ એસયુવી લાવ્યુ છે, આનુ નામ Toyota Urban Cruiser છે, અને આને કંપનીએ ધાંસૂ ફિચર્સ સાથે માર્કેટમાં ઉતારી છે.