દુબઈ: ભારત એશિયા કપની પોતાની પ્રથમ મેચ રમવા માટે મંગળવારે હોંગ કોંગ સામે દુબઈ અંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ઉતરશે. આ મેચ ભારતીય ખેલાડીઓ માટે ટૂર્નામેન્ટમાં પકડ મેળવવા માટે સારી સાબિત થશે કારણે બુધવારે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે છે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ સ્વીકાર કર્યો કે ટીમનો મધ્યક્રમ સંપૂર્ણ રીતે વ્યવસ્થિત નથી. રોહિત શર્માએ કહ્યું સારૂ પ્રદર્શન કરનારા ખેલાડીઓને વધારે તક આપવામાં આવશે.
4/4
હોંગ કોંગની ટીમ ભારતના મુકાબલે નબળી ટીમ છે. હોંગ કોંગની આ બીજી મેચ હશે. પોતાની પ્રથમ મેચમાં તેણે પાકિસ્તાન સામે 8 વિકેટથી હારનો સામનો કર્યો હતો. હોંગ કોંગની ટીમની કોશિશ હશે કે તે ભારતનો સારો પડકાર આપી શકે.