દુબઈઃ ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશાં હાઈ વોલ્ટેજ હોય છે. એશિયા કપ-૨૦૧૮માં ગત બુધવારે રમાયેલી ભારત-પાક.ની મેચ પણ ઘણી ચર્ચામાં રહી. ભારતની શ્રેષ્ઠ બોલિંગ સામે પાક. બેટ્સમેન ટકી શક્યા નહીં અને ટીમ આઠ વિકેટે મેચ હારી ગઈ.
2/6
કેમેરામાં કેદ થયેલી આ પાકિસ્તાની સુંદરીની તસવીર જોતજોતામાં સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગઈ. આ પાકિસ્તાની સુંદરીની સુંદરતાના પ્રશંસક ભારતીય ક્રિકેટ ચાહકો પણ બની ગયા છે. સોશિયલ મીડિયાના જાસુસોએ આ મિસ્ટ્રી ગર્લનું સાચું નામ શોધી લીધાનો દાવો કર્યો છે. દાવા પ્રમાણે આ મિસ્ટ્રી ગર્લનું નામ નવ્યા નવોરા છે.
3/6
આટલી સુંદર યુવતી જોઈને એક ભારતીય પ્રશંસકે બીસીસીઆઈને જણાવ્યું છે કે, ”BCCIએ ભારત-પાક. વચ્ચે વધારેમાં વધારે મેચ રમાડવી જોઈએ.” અન્ય એક ભારતીય પ્રશંસકે તો ત્યાં સુધી લખી નાખ્યું કે, ”ભારતે તો પાકિસ્તાનને હરાવીને માત્ર મેચ પર જ કબજો કર્યો છે, પરંતુ આ યુવતીએ ભારતીય ક્રિકેટ પ્રશંસકોનાં દિલ, મગજ, કિડની પર પણ પોતાનો હક જમાવી લીધો છે.”
4/6
તે સમયે પાકિસ્તાનની ટીમ અફઘાનિસ્તાન સામે રમી રહી હોવા છતા તે ભારતની મેચ જોવા આવી હતી. 23 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં પણ આ યુવતી હાજર રહી છે.
5/6
પાકિસ્તાનના આ પરાજયની સાથે-સાથે સોશિયલ મીડિયા પર પણ એક પાક. ફેન યુવતીનો ફોટો જોરદાર વાઈરલ થયો છે. સોશિયલ મીડિયામાં આ તસવીરની સાથે ભારતીય પ્રશંસકોએ BCCIને પણ એક અનોખી અપીલ કરી નાખી છે.
6/6
આ મિસ્ટ્રી ગર્લ પ્રથમ વખત 19 સપ્ટેમ્બરે દુબઈમાં રમાયેલ ભારત અને પાકિસ્તાનની મેચમાં જોવા મળી હતી. આ પછી 21 સપ્ટેમ્બરે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં પણ તે બાંગ્લાદેશની ટીમને ચીયર કરતી જોવા મળી હતી.