નવી દિલ્હીઃ અનેક છૂટછાટો સાથે દેશમાં લોકડાઉન 3ની શરૂઆત થઈ રહી છે. આ લોકડાઉન 17 મે સુધી લાગુ રહેશે. આ દરમિયાન પ્રવાસી મજૂરો, વિદ્યાર્થીઓ, શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ લોકડાઉનમાં જ્યાં ફસાયા હતા ત્યાંથી તેમને ઘરે જવાની મંજૂરી હશે. આ દરમિયાન દેશના કેટલાક રાજ્યોમાં દારૂની દુકાનો ખોલવાની પણ છૂટ આપવામાં આવી છે. કર્ણાટકમાં સવારે 9 વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી દારૂની દુકાનો ખોલવા સરકારે મંજૂરી આપી છે. પરંતુ હુબલીમાં દારૂની દુકાન બહાર લોકોએ વહેલી સવારથી જ લાઈનો લગાવી દીધી હતી. કર્ણાટક સહિત અનેક રાજ્યોએ દારૂના વેચાણની છૂટ આપતા દુકાન ખુલતા જ લોકોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને સોશિયલ ડિસ્ટન્સ પણ જોવા મળ્યું ન હતું. આગળ જુઓ દારૂ માટેની લાંબી લાઈનની તસવીરો.