પોલીસ વડાને કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસે ટેલિફોનિક ફરિયાદ કરીને પોલીસની ટીમ મોકલવાની માંગણી કરી છે.
2/5
જસદણ પેટા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ તરફથી જિલ્લા પોલીસ વડાને ટેલિફોનિક ફરિયાદ કરવામાં આવી છે. દળવા સહિતના આજુબાજુના ગામડાઓમાં મતદાતાઓને દબાણ પૂર્વક મતદાન કરાવવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
3/5
જોકે લાઠીના ધારાસભ્ય વિરજી ઠુંમરની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે તેવું લોકો દ્વારા કહેવામાં આવે છે.
4/5
જસદણઃ હાલ જસદણ પેટાચૂંટણીના મતદાનને લઈ ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે પોલીસે આ અંગે કહ્યું હતું કે અમે કોઈ કોંગ્રેસના ધારાસભ્યની અટકાયત કરી નથી.
5/5
આ ઉપરાંત લાઠીના ધારાસભ્ય વિરજી ઠુંમરની આક્ષેપ કર્યો છે કે મતદારોને મતદાન કરતા રોકવામાં આવી રહ્યાં છે. જેનાં વિરોધમાં તેઓ જસદણનાં સાણથલી ગામ પાસે ધરણા પર બેઠા છે હાલ તેવું જાણવા મળી રહ્યું છે.