શોધખોળ કરો
આજે અમદાવાદ સહિત ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ પડી શકે છે ભારે વરસાદ? જાણો વિગત
1/6

અમદાવાદ: હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. રવિવારથી વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. લાંબા સમયના વિરામ બાદ શુક્રવારે ફરી ગુજરાતમાં મેઘરાજાએ એન્ટ્રી કરતાં શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગુજરાતમાં સિંચાઈ અને પીવાના પાણીનું સ્તર ઘટતાં રાજ્ય સરકાર પણ ચિંતામાં હતી પણ વરસાદે સરકારની ચિંતા ઘટાડી દીધી છે તેવું લાગી રહ્યું છે.
2/6

શુક્રવારે ખેડા જિલ્લામાં આવેલા કપડવંજમાં સૌથી વધુ 150 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે પંચમહાલના ગોધરામાં 126 મીમી, ગાંધીનગરના કલોલમાં 111 મીમી, અમદાવાદના સાણંદમાં 110 મીમી, ખેડાના માતરમાં 104 મીમી, અમદાવાદ શહેરમાં 102 મીમી, મહિસાગરના બાલાસિનોરમાં 95 મીમી, આણંદના સોજિત્રામાં 94 મીમી, છોટાઉદેપુરના પાવીજેતપુરમાં 93 મીમી અને ખેડાના ગળતેશ્વરમાં 89 મીમી વરસાદ નોંધાયો હતો.
Published at : 18 Aug 2018 09:36 AM (IST)
View More




















