શોધખોળ કરો
PM મોદીએ ‘આયુષ્માન ભારત યોજના’નો શુભારંભ કરાવ્યો, 10 કરોડ પરિવારોને મળશે લાભ
1/4

પીએમ મોદીએ કહ્યું, આપણાં રૂષિ-મુનિઓએ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયઃનું સપનું જોયું હતું. છેવાડાના માનવીને પણ લાભ મળે તેવીયોજનાનો શુભારંભ થયો છે. પીએમ મોદીએ કહ્યું, મારા માટે આ આપણાં દેશના દરિદ્ર નારાયાણની સેવાનો એક મોટો પ્રસંગ છે. 50 કરોડથી વધુ ભાઈ-બહેનો માટે 5 લાખ રૂપિયા સુધીનો હેલ્થ ઈન્સ્યોરન્સ આપવાની આ યોજના દુનિયાની સૌથી મોટી યોજના છે. વડાપ્રધાને કહ્યું, છ મહિનામાં 13 હજાર હોસ્પિટલો અને 50 કરોડ લોકોને જોડીને યોજનાને હકિકતમાં બદલવી તે એક ઘણી જ મોટી સફળતા છે. હું સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું.
2/4

જે રાજ્યમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના છે, તેના લાભાર્થી પણ આ નવી યોજના અંતર્ગત આવશે.મહત્વાકાંક્ષી સ્વાસ્થ્ય યોજનામાં 27 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ જોડાવા તૈયાર છે. દેશભરમાં 15 હજાર થી હોસ્પિટલો આ યોજના માટે યાદીમાં સામેલ થવા માટે રસ દાખવ્યો છે. જેમાં ખાનગી અને સરકારી બન્ને હોસ્પિટલો છે.
Published at : 23 Sep 2018 03:42 PM (IST)
View More





















