પ્રધાનમંત્રી 23 જુલાઈએ ગુજરાત પ્રવાસે આવવાના હતા જોકે અટલ બિહારી વાજપેયીનું નિધન થતાં 7 દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો હતો જેના કારણે નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. જોકે નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને ગાંધીનગર ખાતે શનિવારે મીટિંગ કરવામાં આવી હતી ત્યાર બાદ નક્કી કરવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદી 23 તારીખે જ ગુજરાત પ્રવાસે આવવાના છે.
6/6
અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણાં કાર્યક્રમોમાં ભાગ લેવા માટે 23 ઓગસ્ટે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે, વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગરમાં પીએમ મોદી એક દિવસના પ્રવાસમાં ઘણા કાર્યક્રમમાં ભાગ લેશે. જેમાં વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે.