આ ચેલેન્જમાં વ્યક્તિએ પોતાની કાર નીચે કૂદીને ડાન્સ કરવાનો હોય છે. વ્યક્તિ જ્યારે ડાન્સ કરી રહ્યો હોય ત્યારે તેની ગાડી કોઈ વ્યક્તિ ધીમી ગતિએ ચલાવતો રહે છે. તેમજ ડાન્સ કરી રહેલા વ્યક્તિનો વીડિયો શૂટ કરવામાં આવે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં મૂકીને અન્ય લોકોને આવું કરવાની ચેલેન્જ આપવામાં આવે છે.
2/6
કીકી ચેલેન્જ બાબતે ગુજરાત પોલીસે એક ટ્વિટ સલાહ આપી હતી અને કહ્યું હતું કે, લોકોએ આવી કોઈ ચેલેન્જ આપવી કે સ્વીકારવી નહીં. પોલીસે ટ્વિટમાં એવી પણ વિનંતી કરી છે કે તમારા બાળકો, સહકર્મીઓ કે અન્ય વ્યક્તિને આવા સ્ટેપ ન કરવા સમજણ આપો.
3/6
મહિલાના પુત્રએ આ અંગે ખુલાસો કર્યો હતો કે કારને બે લોકો ધક્કો મારીને ચલાવી રહ્યા હતા. તેની માતાએ કારમાંથી કૂદકો માર્યો ન હતો પરંતુ તે પહેલેથી જ કારની બહાર હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા બાદ આ વીડિયોને અત્યાર સુધી એક લાખથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે, તેમજ એક હજારથી વધારે લોકો તેના પર પ્રતિક્રિયા આપી ચુક્યા છે.
4/6
વડોદરાના વાયરલ થયેલા આ વીડિયોમાં રિઝવાના મીર નામની મહિલા કાર નીચે વિવિધ સ્ટેપ્સ કરી રહી છે. રિઝવાના મીર કોમેડિયન હોવાનું જાણવા મળ્યું છે. આ વીડિયા તેના પુત્ર સૈયદ મીરે શૂટ કર્યો હતો.
5/6
આ વીડિયો વડોદરાની એક કોમેડિયન મહિલાનો છે તેવું સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. વીડિયોમાં મહિલા પોતાની કાર બહાર ડાન્સ કરી રહી છે. વીડિયોમાં દેખાતી મહિલા રિઝવાના મીર હોવાનું જાણવા મળ્યું છે.
6/6
વડોદરા: મંગળવારે જ ગુજરાત પોલીસે એક ટ્વિટ કરીને લોકોને ‘કીકી ચેલેન્જ’ ન આપવા કે ન સ્વીકારવાની સલાહ આપી હતી. પરંતુ ગુજરાત પોલીસની ચેતવણી કે સલાહની કોઈ અસર થઈ ન હોય એવું લાગી રહ્યું છે. ત્યારે આજે ગુજરાતમાં ‘કીકી ચેલન્જ’નો પ્રથમ વીડિયો વાયરલ થયો છે.