અચાનક દેકારો થતા યુવકના મામી હેતલબેન રમેશભાઈ પરમાર તેના મામા અને પરિવારજનો દોડી ગયા હતા. જ્યાં મહેશ લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો. ગંભીર હાલતમાં યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે સારવાર મળે તે પહેલાં તેનું મોત નીપજ્યું હતું.
2/6
માહિતી પ્રમાણે, મોરબી પાસેના જાંબુડીયા ગામ પાસે આવેલી એરો સિરામીકમાં કામ કરતા અને ત્યાં જ રહેતા મહેશભાઈ હેમંતભાઈ રાઠોડની પત્ની જયાબેનને માળિયા વનાળિયા વિસ્તારમાં રહેતા મનસુખ ઉર્ફે પ્રવીણ ખિમભાઈ સોલંકી સાથે આડા સંબંધ હતા.
3/6
બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ માટે મોકલવા તજવીજ હાથ ધરી હતી. બનાવ બાદ પોલીસે તમામ આરોપીને ગણતરી કલાકમાં મનસુખ, તેની પત્ની જયશ્રી અને આરોપીના ભાઈ શામજીને ગણતરીની કલાકમાં ઝડપી લીધા હતા.
4/6
એક અઠવાડિયા પહેલા મહેશભાઈ તેમની પત્ની જયાબેન અને મહેશને સેક્સ માણતા જોઇ જતા તેણે ધમકાવી પત્ની સાથે આડા સંબંધ તોડી નાખવા કહ્યું હતું, જોકે તેણે સંબંધ તોડવાને બદલે મહેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
5/6
જે બાદ મહેશ માળિયા વનાળિયામાં રહેતા તેમના મામાને ઘરે ગયો હતો અને તેના મામાને વાત કરી હતી. જેથી તેમણે સમાધાન કરવા મહેશને બોલાવ્યો હતો. પરંતુ વાત વણસતા આરોપી મનસુખની પત્ની જયશ્રી મનસુખભાઇ સોલંકી અને આરોપીના ભાઈ શામજી ખીમાભાઈ સોલંકીએ મહેશને પકડી રાખ્યો હતો અને મનસુખે ઢીકા પાટુનો માર માર્યો હતો અને પેટમાં છરીના ઘા ઝીકી રહેંસી નાખ્યો હતો.
6/6
મોરબીઃ જાંબુડીયા ગામ નજીક એક વિચિત્ર ઘટના બની છે. અહીં એક પ્રેમ સંબંધને લઇને એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે. પ્રેમીએ પોતાની પ્રેમીકાના પતિની હત્યા કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.