પોલીસે મૃતદેહનો કબજો મેળવી રાજકોટ ખાતેની મેડિકલ કોલેજમાં ફોરેન્સિક પીએમ માટે મોકલી આપ્યો હતો. આ બનાવ અંગે બાળકીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે આઇપીસી કલમ 302,363 અને 376(2)પોક્સો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
2/6
આ બનાવની જાણ થતાં ઘટનાના મોરબી ડિવિઝનના ડીવાયએસપી બન્નો જોશી, એએસપી અક્ષયરાજ મકવાણા,પીએસઆઈ અને સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જ્યારે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતાં. જ્યારે પરિવારજનો ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યો હતો.
3/6
નરાધમને તેનાથી પણ સંતોષ ન થતાં તેની હત્યા કરી લાશ કારખાનાં નજીક આવેલ પાણી ભરેલા ખાડામાં ફેંકી દીધી હતી. વહેલી સવારે બાળકી ન મળતાં પરિવારે બાળકીની શોધખોળ કરતાં લાશ પાણીના ખાડામાં તરતી જોવા મળી આવી હતી.
4/6
મોરબીના જેતપર બેલા રોડ પર બેલા ગામ નજીક આવેલ રોઝાબેલા ગામ નજીક આવેલ રોઝાબેલા સિરામિકનાં ક્વાર્ટરમા રહેતાં અને મજૂરી કામ કરતાં પરપ્રાંતીય મજૂરની અઢી વર્ષની બાળકીનું મોડી રાતે કોઈ અજાણ્યા શખ્સ અપહરણ કરીને લઈ ગયો હતો ત્યારબાદ તેની પર દુષ્કર્મ આચરી પીંખી નાખી હતી તેવું જાણવા મળ્યું હતું.
5/6
એક તરફ દેશમાં નાની બાળકીઓ પર દુષ્કર્મની ઘટના વધી રહી છે. સરકારે કાયદો ઘડી આરોપીઓને ફાંસી આપવાની જાહેરાત કરી દઈ વાહવાહ લૂંટી લીધી પણ જાણે હવસખોરોને કાયદાની કોઈ બીક ન હોય તેમ લાગી રહ્યું છે. મોરબીમાં બુધવારે રાત્રે બનેલા એક જઘન્ય કૃત્યથી ભલભલાને કંપારી છૂટી ગઈ હતી.
6/6
મોરબી: બુધવારે મોડી રાત્રે મોરબીના જેતપર રોડ પર આવેલા એક સિરામિકના ક્વાર્ટરમાં રહેતાં એક પરપ્રાંતીય પરિવારની અઢી વર્ષની બાળાનું એક અજાણ્યો શખ્સ અપહરણ કરીને લઈ ગયો હતો અને તેની પર દુષ્કર્મ આચરીને હત્યા કરી નાખી હતી અન તેની લાશ કારખાના નજીક આવેલા પાણી ભરેલા ખાડામાં ફેંકી દીધી હતી. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બાળકીના મૃતદેહનો કબજો મેળવી રાજકોટ મેડિકલ કોલેજમાં ફોરેન્સિક પીએમ માટે મોકલી આપ્યો હતો.