રાજકોટઃ શહેરના સોરઠીયા વાડી વિસ્તારમાંથી આઠ વર્ષના બાળકનું હવસ સંતોષવાના ઇરાદાથી અપહરણ કર્યા પછી હત્યા કરી નાંખતાં સમગ્ર રાજકોટમાં ખળભળાટ મચી ગયો છે. ચાર-પાંચ મહિનાથી પત્ની પિયર ગઈ હોવાથી પોતાની હવસ સંતોષવા માટે યુવકે બાળકનું અપહરણ કર્યું હતું. જોકે, બાળકે પ્રતિકાર કરતાં તેની હત્યા કરી નાંખી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી ગઈ કાલે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
2/5
આમ, હત્યારો સામે આવી જતાં પોલીસે તેની સામે ગુનો નોંધીને ધરપકડ કરી હતી. ગઈ કાલે આરોપી પાસે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી આરોપી વિરુધ્ધ સાંયોગિક પુરાવા ઊભા કર્યા હતા. બાળકને રૂમમાં લઇ ગયો, કેવી રીતે ડૂમો દીધો, લાશ કોથળામાં કેવી રીતે પેક કરી, બાઇકમાં રાખી ફેંકવા ગયો સહિતની ઘટના આરોપીએ પોલીસ સમક્ષ કરી બતાવી હતી.
3/5
બીજા દિવસે બાળકની લાશ પોલીસને મળી આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરતાં બિટ્ટુ પર શંકા ગઈ હતી. જેની અટકાયત કરીને તપાસ કરતાં બિટ્ટુએ હવસ સંતોષવાના ઇરાદે અપહરણ કર્યું હોવાનું અને પછી તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.
4/5
બાળકનું મોત થઈ જતાં બિટ્ટુએ લાશ ધાબળામાં વિંટાળ્યા બાદ લાશ શણના કોથળામાં નાખી હતી અને તે કોથળો પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી દીધો હતો. બીજી તરફ વિશ્વાસ ઘરે પરત ન ફરતાં રાજકોટમાં મજૂરી કામ કરતા ઈમાનભાઈ બારીયાએ દીકરો ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
5/5
આ અંગેની વિગતો એવી છે કે, ગત 20મી સપ્ટેમ્બરે બૂટ-ચપ્પલનો ધંધો કરતા મુળ યુ.પી.ના બિટ્ટુ ચમનસીંગ જીવરે પોતાની પત્ની છેલ્લા પાંચ મહિનાથી પિયર ગઈ હોય હવસ સંતોષવા માટે આઠ વર્ષના વિશ્વાસ બારિયાનું અપહરણ કર્યું હતું અને તેને રૂમમાં લઈ જઈ સૃષ્ટિવિરુધ્ધનું કૃત્ય આચરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાળકે પ્રતિકાર કરતાં બિટ્ટુએ રૂમાલથી મોઢે ડૂમો દેતાં બાળકનું મોત થઈ ગયું હતું.