રૂપાણી પરિવાર પુજીત ટ્રસ્ટના માધ્યમથી ગરીબ બાળકોને ભણાવાથી લઇ કચરો વિણતી બહેનોને કોમ્પ્યુટરની તાલીમ સહિતની એક ડઝનની વધુ વિવિધ પ્રવૃતિ કરે છે. આ રીતે આ પરિવારે અત્યાર સુધીમાં હજારો લોકોને મદદ કરી છે.
2/7
પુજીતના મૃત્યુ બાદ વિજય રૂપાણી રાજકારણ છોડી દેવાના હતા. પરંતુ તેમના પત્ની અંજલિ રૂપાણી અને તેમની દીકરી રાધિકાએ તેમને હિંમત આપી અને તેમને રાજકારણ ન છોડવા સમજાવ્યા હતા. આ ઘટના પછી વિજયભાઈએ વકીલાત છોડીને દેશસેવાને સમર્પિત થઈ ગયા.
3/7
રૂપાણીનો દીકરો પુજીત સાડા ત્રણ વર્ષનો હતો, ત્યારે અમદાવાદમાં વિજય રૂપાણીના સસરાના ઘરની અગાસીમાંથી ત્રીજા માળેથી નીચે પડતાં અકસ્માતે મૃત્યુ થયું હતું. તેની સ્મૃતિમાં વિજયભાઇએ રાજકોટમાં પુજીત રૂપાણી ટ્રસ્ટની સ્થાપના કરી છે.
4/7
ગાંધીનગરઃ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ શપથ લઈ લીધા છે અને રાજ્યના 16મા મુખ્યમંત્રીપદે સ્થાપિત થઈ ગયા છે ત્યારે વિજય રૂપાણીના પરિવાર અંગે થોડી માહિતી મેળવીએ. વિજયભાઇના પરિવારમાં તેમનાં પત્નિ અંજલિબેન ઉપરાંત એક દીકરો અને એક દીકરી છે.
5/7
અંજલિબેન રૂપાણી પણ રાજકારણ સાથે જોડાયેલાં છે અને જનસંઘના કાર્યકર તરીકે કાર્યરત હતાં. રૂપાણી સાથે તેમનો પરિચય એ દરમિયાન થયો અને બંને પ્રેમમાં પડીને પરણી ગયાં. હાલમાં અંજલિબેન ઘર અને રાજકારણ બંને મોરચા સંભાળે છે. અંજલિબેન રૂપાણી ભાજપની મહિલા પાંખનાં સભ્ય છે.
6/7
રૂપાણીની દીકરી રાધિકાનાં લગ્ન નીતિન મિશ્રા સાથે થયાં છે અને તે લંડનમાં રહે છે. રાધિકા અને નીતિન બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને લંડનમાં પ્રેક્ટિસ કરે છે. રાધિકા અને નીતિનને એક દીકરી પણ છે.
7/7
વિજય રૂપાણીનો દીકરો ઋષભ નિરમા યુર્નિવર્સિટીમાં મિકેનિકલ એન્જીનિયરિંગમાં ભણે છે. રાજકોટની જે.કે. ધોળકીયા સ્કૂલમાં ભણેલા ઋષભની ઈચ્છા પણ પિતાની જેમ રાજકારણમાં જોડાવાની છે. રૂષભ હાલમાં ભાજપના કાર્યક્રમોમાં ભાગ લે છે.