શોધખોળ કરો
રાજકોટમાં પટેલ પરિવારનો સામૂહિક આપઘાત, 10 વર્ષના પુત્રની હાલત ગંભીર
1/4

2/4

ત્યાંથી રાત્રિના પરત આવતા તેમણે ઘર અંદરથી બંધ હોય વારંવાર દરવાજો ખખડાવ્યો હતો. પણ ઘર ન ખૂલતાં તેમણે પોતાના પુત્રને ફોન કર્યો હતો.પણ ફોન પણ સ્વિચ ઓફ હોય તેમણે પોતાની પાસેની બીજી ચાવીથી ઘરના દરવાજા ખોલ્યા હતા. તે સમયે આ તેમના પરિવારના પુત્ર, પુત્રવધુ અને તેમના બંન્ને સંતાનો બેભાન હાલતમાં મળી આવ્યા હતા. આ અંગે તેમણે મોટા પુત્ર તેમજ અખબારી વિક્રેતા પરેશભાઇને જાણ કરતાં તેઓ પણ ત્વરિત તેમના નાના ભાઇના ઘરે દોડી ગયા હતા.
3/4

રાજકોટઃ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા પટેલ પરિવારે સામુહિક આપઘાત કર્યો છે. પટેલ પરિવારના પ્રફુલ્લભાઇ, રશિલાબેન અને તેમની 13 વર્ષની પુત્રીનું મોત નિપજ્યુ છે. જ્યારે 10 વર્ષના પુત્રને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આપઘાતનું કારણ અંકબંધ છે. અને પોલીસ તપાસ ચલાવી રહી છે.
4/4

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એક જ પરિવારના ચાર સભ્યો રાત્રિના 11.30 વાગ્યે તેમના ઘરમાં જ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. મૃતક પ્રફુલભાઇના પિતા ડાયાભાઇ નારિયા તેના સંબંધી બીમાર હોય હોસ્પિટલ ખબર કાઢવા ગયા હતા.
Published at : 20 Oct 2016 08:34 AM (IST)
View More





















