શોધખોળ કરો
રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાનું 83 વર્ષની વયે નિધન
1/3

રાજકોટના રાજવી એવા મનોહરસિંહજી જાડેજાના નિધનના કારણે રાજકોટવાસીઓમાં પણ દુઃખની લાગણી જોવા મળી હતી. મનોહરસિંહ જાડેજા ક્રિકેટના પણ ખૂબ જ શોખીન હતા. રાજકોટની રાજકુમાર કોલેજ સહિત અનેક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. દેશના ટોચના રાજવી પરિવાર સાથે તેમનો પરીવારીક સબંધો છે.
2/3

આજે સવારથી જ મનોહરસિંહજીની તબિયત ગંભીર જણાતા તેમના પેલેસ ખાતે ડોકટરની ટીમ અને તેમના નિકટના પરિજનો ખડેપગે હતા. ત્યારે તેમન મૃત્યુના સમચાર અવતાની સાથે જ તેમના સ્નેહીજનો અને તેમના પરીવારના અન્ય સભ્યો પણ પેલેસ ખાતે દોડી આવ્યા હતા.
3/3

રાજકોટ: રાજકોટના રાજવી અને રાજ્યના પૂર્વ આરોગ્ય અને નાણાંપ્રધાન મનોહરસિંહજી જાડેજાનું લાંબી બીમારી બાદ 83 વર્ષની ઉંમરે નિધન થયું છે. રાજવી મનોહરસિંહજીને દાદાના હુલામણા નામથી જાણીતા હતા. ગુજરાત કોંગ્રેસમાં 1980-90ના સમયમાં દાદાનો ખૂબજ દબદબો હતો. રાજકોટના રાજવી મનોહરસિંહજીના દેશના અનેક દિગગજ નેતાઓ સાથે પણ સારા સંબંધો હતા.
Published at : 27 Sep 2018 09:38 PM (IST)
Tags :
RajkotView More





















