પોલીસને હિતેષની ઓરડીમાંથી મોબાઇલ ફોન, બે સિમ કાર્ડ, એક મેમરી કાર્ડ તથા લોહીવાળા કપડા કબ્જે કરાયા છે. વલ્લભભાઇ રંગાણી અને સાગર ભરવાડની લાશ મળી ત્યારે પોલીસને વિર્યના ડાઘા પણ આ બંનેના કપડા પરથી મળ્યા હતાં. જો કે કિલર હિતેષ ઉર્ફ બાડો એવું રટણ કરે છે કે આ બંને સાથે સૃષ્ટિવિરૂધ્ધનું કૃત્ય આચર્યુ જ નહોતું. આ બાબતે તે ખોટુ બોલી રહ્યો હોઇ પોલીસ તેની પાસેથી સાચી કબુલાત કરાવવા વિશેષ પૂછતાછ કરી રહી છે.
2/5
પોલીસે સ્ટોનકિલર પાસે એ તમામ હત્યાઓનું રિહર્સલ કરાવ્યું હતું. પોલીસ તેને જ્યાં જ્યાં હત્યા કરી હતી તે જગ્યાએ લઈ ગઈ હતી. તેમજ લોકોને કેવી રીતે ફસાવ્યા અને કેવી રીતે હત્યા કરી તે ઘટનાનું રિહર્સલ કરાવ્યું હતું. બાદમાં સ્ટોનકિલરે મીડિયા સમક્ષ આવી પ્રથમવાર વાત કરી હતી.
3/5
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હિતેષને પોતાના કૃત્ય પર કોઇ અફસોસ નથી. તે જેલમાં આખો દિવસ ખાઇ-પીને નિરાંતે સૂઇ જાય છે. તે આખો દિવસ બફાટ કરતો રહે છે કે મારી જામનગરની ગંધાતી ગોબરી ઓરડી કરતા આ લોકઅપ સારી છે. એટલું જ નહીં અહીં મફતમાં ખાવાનું મળે છે.
4/5
હિતેષને કહેતો રહે છે કે પોતે જે કંઇ કર્યુ તેનો કોઇ અફસોસ નથી. પૈસા માટે અને પેટ ભરવા માટે હત્યાઓ કરી હતી. મારી ગંધારી ગોબરી ઓરડી કરતાં લોકઅપ વધુ સારી છે, અહિ મને મફતમાં ખાવાનું મળી રહે છે એ ઘણું છે!
5/5
રાજકોટઃ બે મહિનામાં ત્રણ હત્યાઓ કરી ખળભળાટ મચાવનારા સ્ટોનકિલરને નવ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. ગઇકાલે પોલીસે સ્ટોન કિલર હિતેષ રામાવતને સાથે રાખી વલ્લભભાઇની હત્યા જ્યાં થઇ હતી તે સ્થળે લઇ જઇ ઘટનાનું નિદર્શન કરાવ્યું હતું. અશોક ગાર્ડનમાં પણ આ કાર્યવાહી કરવાની હતી. પણ મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ જતાં તેને પોલીસવેનમાંથી ઉતારાયો જ નહોતો. આ કાર્યવાહી હવે પછી થશે. કિલર હિતેષ ઉર્ફ બાડાને ક્રાઇમ બ્રાંચની લોકઅપમાં ખાસ પહેરા હેઠળ રખાય છે.