આ પછી પત્નિએ તેનું અને બે પુત્રીનું ભરણપોષણ મેળવવા માટે સીઆરપીસી 125 હેઠળ ખાધાખોરાકીની અરજી કરી છે. ખાધાખોરાકીની અરજીનો ટૂંક સમયમાં નિર્ણય આવશે પણ અત્યારે તો પતિની કામલીલાના કારણે તેમની પત્નિ અને બે દીકરીઓનું જીવન ડામાડોળ બની ગયું છે.
2/5
એક વખત પતિ રમેશ ઘરે હતા ત્યારે ચુપકીદીથી પત્નિએ પતિનો મોબાઇલ ચેક કરતાં પતિની કામલીલાની ખભર પડી હતી. આ મુદ્દે ઝગડા શરૂ થયા પણ પતિ પ્રેમિકાને છોડવા તૈયાર નહોતો તેથી અંતે રીના બે પુત્રી સાથે ગૃહત્યાગ કરી તેના માવતરે જતી રહી હતી.
3/5
શહેરમાં રહેતા અને લાખોનું ટર્નઓવર ધરાવતા ઉદ્યોગપતિ રમેશભાઇના લગ્ન જ્ઞાતિના રિવાજ મુજબ સાથે થયા હતા. દાંપત્ય જીવન દરમિયાન બે પુત્રીનો જન્મ થયો હતો. બંનેનું લગ્નજીવન દસ વર્ષ બાદ સુખરૂપ ચાલતું હતું ત્યાં પતિ રમેશના મિત્રની સ્વરૂપવાન પત્નિનો પ્રવેશ થયો ને લગ્નજીવન ડામાડોળ થઈ ગયું.
4/5
મિત્રની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી રમેશે એમબીએ સુધી ભણેલી તેનીસ્વરૂપવાન પત્નીને નોકરી પર રાખી હતી. બંને બહુ જલદી નજીક આવી ગયાં ને બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા. પતિ રમેશ પ્રેમિકાને લઈને બિઝનેસની ટૂરમાં જતા અને રંગરેલિયાં મનાવતા હતા.
5/5
રાજકોટ: બે સંતાનના પિતા એવા ઉદ્યોગપતિને પોતાને ત્યાં નોકરી કરતી મિત્રની પત્નિ સાથે સેક્સ સંબંધો બંધાયા હતા. એક દિવસ પત્નિએ અચાનક પતિનો મોબાઈલ ચેક કરતાં તેમની કામલીલાનો ભાંડો ફૂટી ગયો હતો. આ કારણે પત્નિએ ઘર છોડી દીધું છે અને ભરણપોષણ મેળવવા અદાલતના દ્વાર ખટખટાવ્યાં છે.