Paris Olympics 2024: 7 મહિનાની પ્રેગ્નન્ટ નાડાએ ઓલમ્પિકમાં લીધો ભાગ, હાર બાદ થઇ ગઇ ભાવુક, કરી આ વાત
7 Month Pregnant Olympian: પેરિસ ઓલિમ્પિક 2024માં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. વિમેન્સ સિંગલ સેબરના ટેબલ ઓફ 16માં હાર્યા બાદ એથ્લેટે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
7 Month Pregnant Olympian Nada Hafez at Paris 2024: પેરિસ ઓલિમ્પિક 2024માં ઘણી ઘટનાઓ સાંભળવા મળી રહી છે. જે પ્રેરણાદાયક છે. ત્રીજા દિવસે, એક સામાન્ય સેબર મેચ રમાઈ રહી હતી, જેમાં ઈજિપ્ત અને યુનાઈટેડ સ્ટેટ્સ 32 ના મહિલા વ્યક્તિગત સેબર ટેબલમાં ભાગ લઈ રહ્યા હતા. ઇજિપ્તનો ફેન્સર આ મેચ જીતવામાં સફળ રહ્યો હતો. આ પછી, મહિલા વ્યક્તિગત સેબરના 16 ના ટેબલમાં ઇજિપ્ત અને દક્ષિણ કોરિયા વચ્ચે મેચ હતી. પરંતુ આમાં ઇજિપ્તના ફેન્સરને દક્ષિણ કોરિયાના ફેંસરથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ઈજિપ્તના એક ફેંરની ઈન્સ્ટાગ્રામ પોસ્ટે દુનિયાભરમાં ચર્ચા જગાડી છે. તે ઇજિપ્તની ફેન્સર નાદા હાફિઝ હતી.
નાડા હાફિઝ કેમ લાઇમલાઇટમાં છે
મહિલા વ્યક્તિગત સેબર ઈવેન્ટના 16ના ટેબલમાં દક્ષિણ કોરિયાની ખેલાડી સામે હાર્યા બાદ નાદા હાફિઝે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી જેમાં તેણે મોટો ખુલાસો કર્યો. તે સાત મહિનાની ગર્ભવતી છે. મેચના થોડા કલાકો પછી, નાડાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું, "7 મહિનાની ગર્ભવતી ઓલિમ્પિયન! તમે પોડિયમ પર જોયેલા બે ખેલાડીઓ ખરેખર ત્રણ હતા! હું, મારી હરીફ અને મારી ભાવિ નાની બચ્ચી!"
નાડા હાફિઝે તેની પોસ્ટમાં લખ્યું છે- "મારા બાળક અને મેં બંને શારીરિક અને ભાવનાત્મક પડકારોનો સામનો કર્યો હતો. ગર્ભાવસ્થાનો રોલરકોસ્ટર કપરૂ છે પરંતુ જીવન અને રમત વચ્ચે સંતુલન જાળવવાની લડાઈ અત્યંત અઘરી હતી, પરંતુ તે બધું જ મૂલ્યવાન હતું. "
નાડાએ તેના પતિ અને પરિવારનો આભાર માન્યો હતો
નાડા હાફિઝે તેના પતિ અને પરિવારનો આભાર માન્યો, જેમણે તેને સંપૂર્ણ સમર્થન આપ્યું. નડાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે - "હું આ પોસ્ટ લખી રહી છું એ કહેવા માટે કે મને ગર્વ છે કે હું છેલ્લા 16માં મારું સ્થાન મેળવી શકી છું! હું નસીબદાર છું કે, મને મારા પતિ અને મારા પરિવારનું સમર્થન મળ્યું. જેના કારણે હું સફળ રહી. અહીં પહોંચી, આ સ્પેશિયલ ઓલિમ્પિક અલગ હતો કારણ કે તે એક નાના ઓલિમ્પિયન સાથે હતો.
View this post on Instagram
પહેલી મેચ જીતીને બીજી મેચ હારી ગઇ
નાડા હાફિઝે તેની પ્રથમ મેચમાં અમેરિકાની એલિઝાબેથ ટાર્ટાકોવસ્કીને 15-13થી હરાવ્યો હતો. પરંતુ બીજી મેચમાં તે કોરિયાની જીઓન હ્યોંગ સામે 7-15થી હારી ગઈ હતી. નાડાની આ ત્રીજી ઓલિમ્પિક સ્પર્ધા હતી.