શોધખોળ કરો
Advertisement
ટીમની સતત હાર અને પોતાની વાપસી પર બોલ્યો ડિવિલિયર્સ, કર્યુ આ ખાસ ટ્વીટ
સાઉથ આફ્રિકન ટીમ પહેલા ઇંગ્લેન્ડ, બાદમાં બાંગ્લાદેશ અને ભારત સામે સતત ત્રણ મેચ હારી ચૂક્યુ છે, વર્લ્ડકપમાં મળેલી સળંગ હારને લઇને ફેન્સે ડિવિલિયર્સને ટીમમાં પાછો લાવવાની માંગ કરી હતી
નવી દિલ્હીઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019 હાલમાં ચાલી રહ્યો છે, ઉદઘાટન મેચ બાદ સતત ત્રણ મેચમાં હારનો સામનો કરી રહેલી સાઉથ આફ્રિકન ટીમ પર હવે ડિવિલિયર્સને લઇને વિવાદ શરૂ થયો છે. એક રિપોર્ટ અનુસાર ડિવિલિયર્સે વર્લ્ડકપ રમવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પણ ક્રિકેટ બોર્ડે તેને નકારી દીધી હતી.
સાઉથ આફ્રિકન ટીમ પહેલા ઇંગ્લેન્ડ, બાદમાં બાંગ્લાદેશ અને ભારત સામે સતત ત્રણ મેચ હારી ચૂક્યુ છે, વર્લ્ડકપમાં મળેલી સળંગ હારને લઇને ફેન્સે ડિવિલિયર્સને ટીમમાં પાછો લાવવાની માંગ કરી હતી. આ માંગને લઇને દિગ્ગજ ડિવિલિયર્સે એક ટ્વીટ કર્યુ હતું, જેમાં તેને ટીમને સપોર્ટ કરવાની વાત કહી હતી.
વિસ્ફોટક બેટ્સમેન ડિવિલિયર્સે એક ટ્વીટ કરીને લખ્યું કે, ''હાલના સમયે જે સૌથી જરૂરી છે તે છે આપણે વર્લ્ડકપમાં આપણી ટીમને સપોર્ટ કરવો જોઇએ. હજુ વર્લ્ડકપમાં ઘણો લાંબો સમય બાકી છે અને મને વિશ્વાસ છે કે, આપણી ટીમ હજુ પણ બેસ્ટ કરશે.''
All that’s important is that we should all focus on supporting the team at the World Cup. There is a long way to go and I believe the boys can still go all the way #ProteaFire
— AB de Villiers (@ABdeVilliers17) June 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement