શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઇ ગયેલી આ ટીમના કેપ્ટને કહ્યું- 'હમ તો ડૂબે હૈ સનમ, તુમકો ભી લે ડૂબેંગે'
6 મેચોમાં સતત હાર બાદ આજે બાંગ્લાદેશ સામે તેની સાતમની મેચ છે, મેચ પહેલા ઉલટફેરના સંકેત આપતા કેપ્ટન ગુલબદીન નાયબે બાંગ્લાદેશને ચેતાવણી આપી છે
નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019માં આફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ સેમિ ફાઇનલની રેસમાંથી બહાર થઇ ગઇ છે. 6 મેચોમાં સતત હાર બાદ આજે બાંગ્લાદેશ સામે તેની સાતમની મેચ છે, મેચ પહેલા ઉલટફેરના સંકેત આપતા કેપ્ટન ગુલબદીન નાયબે બાંગ્લાદેશને ચેતાવણી આપી છે.
આજની મેચ પહેલા આફઘાનિસ્તાનના કેપ્ટન ગુલબદીન નાયબે પ્રેસ કૉન્ફરન્સમાં શાયરાના અંદાજમાં બાંગ્લાદેશને કહ્યું કે, 'હમ તો ડૂબે હૈ સનમ, તુમકો ભી લે ડૂબેંગે'. કેપ્ટનની વાતથી અંદાજો લગાવી શકાય છે કે, આફઘાનિસ્તાન મેચમાં ઉલટફેર કરીને બાંગ્લાદેશની બાજી બગાડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશ 6 મેચમાં 2 જીત સાથે 5 પૉઇન્ટ મેળવીને રેસમાં છે. પૉઇન્ટ ટેબલમાં છઠ્ઠા નંબરે છે, આજની મેચ જીતીને બાંગ્લાદેશ હજુ પણ રેસમાં બની રહી શકે છે. જોકે, અન્યની મેચો પર આધાર રાખવો પડી શકે છે.ha ha ..Gold from Gulbadin Naib...when asked about the team's approach Vs @BCBtigers #CWC19 #ICCWorldCup2019 pic.twitter.com/KGhd7r15GS
— Raj Mohan (@Non_rights) June 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement