શોધખોળ કરો
Advertisement
T20માં રાશિદ ખાને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, આવું કારનામું કરનારો બન્યો વિશ્વનો પ્રથમ સ્પિનર, જાણો વિગત
દેહરાદૂનઃ અફઘાનિસ્તાને આયર્લેન્ડનો ત્રણ મેચની T20 સીરિઝમાં વ્હાઇટ વોશ કર્યો હતો. રવિવારે રમાયેલી અંતિમ મેચમાં અફઘાનિસ્તાને આયર્લેન્ડને 35 રને હાર આપી હતી. અફઘાનિસ્તાનની જીતનો હીરો રાશિદ ખાન હતો. રાશિદે આ મેચમાં એક વર્લ્ડરેકોર્ડ તેના નામે નોંધાવ્યો હતો.
રાશિદ ખાને હેટ્રિક લેવાની સાથે સતત ચાર બોલમાં ચાર વિકેટ ઝડપવાનો અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. રાશિદ ખાને 16મી ઓવરમાં છેલ્લા બોલ પર કેવિન ઓ બ્રાયનને આઉટ કર્યો હતો. જે બાદ 18મી ઓવરના પ્રથમ બોલ પર જ્યોર્જ ડોકરેલ, બીજા બોલ પર શેન ગેટકટે અને ત્રીજી બોલ પર સિમી સિંહની વિકેટ લઈ સળંગ ચાર બોલમાં ચાર વિકેટ લેવાનો કીર્તિમાન બનાવ્યો હતો.
મેચમાં રાશિદ ખાને 27 રન આપીને કુલ પાંચ વિકેટ ઝડપી હતી. આ રીતે રાશિદ T20માં હેટ્રિક લેનારો પ્રથમ સ્પિનર બની ગયો હતો.Kevin O'Brien ☝️ George Dockrell ☝️ Shane Getkate ☝️ Simi Singh ☝️@rashidkhan_19 became the first player to take four in four balls in a T20 International! Is there anything he can't do?! #AFGvIRE pic.twitter.com/mcedaQxoOg
— ICC (@ICC) February 24, 2019
વાંચોઃ INDvAUS: જરૂરી નથી કે બોલર અંતિમ ઓવરમાં મેચ જીતાડે, જાણો ટીમ ઈન્ડિયાના ક્યા ખેલાડીએ આપ્યું નિવેદનAnd that's it !! The first Hat-trick for @rashidkhan_19 and Afghanistan in T20Is. This series has been full of records for team Afghanistan#AFGvIRE pic.twitter.com/GGMPPu53NP
— Afghanistan Cricket Board (@ACBofficials) February 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
સમાચાર
આરોગ્ય
Advertisement