શોધખોળ કરો
Advertisement
આફ્રિદીએ જાહેર કરી ઓલ ટાઇમ વર્લ્ડ કપ ઇલેવન, સચિન-ધોનીને ન મળ્યું સ્થાન, જાણો વિગત
આફ્રિદીને તેની ટીમમાં એક ભારતીય ખેલાડીને સ્થાન આપ્યું છે. ટીમ ઇન્ડિયાના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીનો આફ્રિદીએ તેની ઓલ ટાઇમ વર્લ્ડકપ ઇલેવનમાં સમાવેશ કર્યો છે.
નવી દિલ્હીઃ ક્રિકેટના મહાકુંભ આઈસીસી વર્લ્ડકપ 2019 શરૂ થવાને હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ ઓલ ટાઇમ વર્લ્ડકપ ટીમ જાહેર કરી છે. જેમાં આશ્ચર્ય વચ્ચે તેણે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરને સ્થાન આપ્યું નથી. ઉપરાંત ભારતને પાકિસ્તાન સામે 2007નો T20 વર્લ્ડકપ અને 2011નો વર્લ્ડકપ જીતાડનારા વિકેટકિપર બેટ્સમેન ધોનીને પણ સામેલ કર્યો નથી.
આફ્રિદીને તેની ટીમમાં એક ભારતીય ખેલાડીને સ્થાન આપ્યું છે. ટીમ ઇન્ડિયાના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીનો આફ્રિદીએ તેની ઓલ ટાઇમ વર્લ્ડકપ ઇલેવનમાં સમાવેશ કર્યો છે. આફ્રિદીએ જાહેર કરેલી ટીમમાં સૌથી વધારે પાકિસ્તાની ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. તેણે પાકિસ્તાનના પાંચ, ઓસ્ટ્રેલિયાના ચાર, સાઉથ આફ્રિકા તથા ભારતના એક-એક ખેલાડીને ટીમમાં સામેલ કર્યા છે. આફ્રિદીએ શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ, ઇંગ્લેન્ડ, ન્યૂઝિલેન્ડના કોઇપણ ખેલાડીને ટીમમાં સ્થાન આપ્યું નથી.
શાહિદ આફ્રિદીએ જાહેર કરેલી ઓલ ટાઇમ વર્લ્ડકપ ઇલેવન ટીમઃ સઇદ અનવ, એડમ ગિલક્રિસ્ટ, રિકી પોન્ટિંગ, વિરાટ કોહલી, ઇન્ઝમામ ઉલ હક, જૈક કાલિસ, વસીમ અકરમ, ગ્લેન મેક્ગ્રા, શેન વોર્ન, શોએબ અખ્તર, સક્લેન મુશ્તાક
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પાણીની અછત મુદ્દે સરકાર પર શું કર્યા પ્રહાર? જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement
gujarati.abplive.com
Opinion