શોધખોળ કરો
Advertisement
ધોની બાદ સુરેશ રૈનાએ પણ નિવૃત્તિની કરી જાહેરાત
ધોનીએ નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ તેના ખાસ મનાતા સુરેશ રૈનાએ પણ નિવૃત્તિ જાહેર કરી છે.
નવી દિલ્હીઃ ધોનીએ નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ તેના ખાસ મનાતા 33 વર્ષીય સુરેશ રૈનાએ પણ નિવૃત્તિ જાહેર કરી છે. રૈના ઘણા વર્ષોથી ભારતીય ટીમમાંથી બહાર હતો. તેને ધોનીનો ખાસ માનવામાં આવતો હતો.
રૈનાએ 2005માં 30 જુલાઈના રોજ શ્રીલંકા સામે વન ડે ડેબ્યૂ કર્યું હતું. 17 જુલાઈ, 2018ના રોજ ઈંગ્લેન્ડ સામે અંતિમ વન ડે રમ્યો હતો. શ્રીલંકા સામે 26 જુલાઈ, 2010ના રોજ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. 1 ડિસેમ્બર, 2006ના રોજ સાઉથ આફ્રિકા સામે ટી-20 ડેબ્યૂ કર્યું હતું.
રૈનાએ 18 ટેસ્ટમાં 1 સદી અને 7અડધી સદી વડે 768 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 120 રન છે. 226 વન ડેમાં રૈનાએ 35 વખત નોટ આઉટ રહીને 5615 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 5 સદી અને 36 અડધી સદી લગાવી છે અને 116 નોટ આઉટ શ્રેષ્ઠ સ્કોર છે.
ડાબોડી બેટ્સમેન સુરેશ રૈનાએ 78 ટી-20માં એક સદી અને 5 અડધી સદીની મદદથી 1605 રન બનાવ્યા છે.
ધોનીની નિવૃત્તિઃ આકાશ ચોપડાએ કહ્યું, એક યુગનો અંત
કેપ્ટન તરીકે ધોનીનો આ રેકોર્ડ તોડવો છે મુશ્કેલ, આઈસીસી પણ કરી ચુક્યું છે સલામ
IPL 2020 પહેલા જ ધોનીએ નિવૃત્તિ જાહેર કરી, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion