શોધખોળ કરો
મોહમ્મદ શમીને લઈને આવ્યા સૌથી મોટા સમચાાર, કોર્ટે જાહેર કર્યું હતુ ધરપકડ વોરન્ટ
પશ્ચિમ બંગાળની અલીપુર કોર્ટે 2 સપ્ટેમ્બરના રોજ મોહમ્મદ શમી અને તેના ભાઈ વિરુદ્ધ ધરપકડનું વોરંટ જારી કર્યું હતું.

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી માટે રાહતના સમાચાર છે. હકીકતમાં કોર્ટે શમી અને તેના ભાઈ હસીબ અહેમદ વિરુદ્ધ કાર્યવાહી પર સ્ટે આપ્યો છે. શમીના વકીલ સલીમ રહેમાને જણાવ્યું હતું કે સોમવારે અલીપુર કોર્ટમાં જિલ્લા જજ રાય ચટ્ટોપાધ્યાયે આ આદેશ આપ્યો હતો. હવે બે મહિના પછી આ મામલો કોર્ટમાં સાંભળવામાં આવશે. એટલે કે આ મામલે 2 નવેમ્બરથી સુનાવણી થશે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળની અલીપુર કોર્ટે 2 સપ્ટેમ્બરના રોજ મોહમ્મદ શમી અને તેના ભાઈ વિરુદ્ધ ધરપકડનું વોરંટ જારી કર્યું હતું. કોર્ટે શમીને 15 દિવસમાં સમર્પણ કરવાનું કહ્યું હતું. શમી સામે ઘરેલું હિંસાનો કેસ નોંધવામાં આવ્યો છે. શમીની પત્ની હસીન જહાંએ શમી અને તેના ભાઈ સામે ઘરેલું હિંસાના કેસમાં કેસ કર્યો હતો. 2018 માં, મોહમ્મદ શમી પર તેની પત્ની હસીન જહાંએ હુમલો, બળાત્કાર, ખૂનનો પ્રયાસ અને ઘરેલુ હિંસા જેવા ગંભીર આરોપો મૂક્યા હતા. વેસ્ટઇન્ડીઝ પ્રવાસ સમાપ્ત થયા બાદ ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમી અમેરિકા ગયો છે અને તે બીસીસીઆઈની સાથે તે પોતાના અમેરિકી વકીલનાં સંપર્કમાં છે. શમી 12 સપ્ટેમ્બરનાં ભારત પરત ફરશે. આ સમયે તે પોતાના વકીલ સલીમ રહમાનનાં સંપર્કમાં છે.
વધુ વાંચો





















