શોધખોળ કરો

નિવૃત થઇ ચૂકેલ ટીમ ઇન્ડિયાનો ક્યો ખેલાડી ટીમમા વાપસી કરવા વિચારી રહ્યો છે, નામ જાણી ચોંકી જશો

ઇન્ટરનેશનલ ટીમમાં વાપસીની તૈયારી તે આઇપીએલની 2020ની સીઝનથી કરશે

  નવી દિલ્હીઃવન-ડે વર્લ્ડકપની ટીમમાં પસંદ નહી કરવાના કારણે નારાજ મિડલ ઓર્ડર બેટ્સમેન અંબાતી રાયડુએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી રાજીનામું આપી દીધુ હતું. જોકે, હવે રાયડુ ફરી વાર ટીમ ઇન્ડિયા તરફથી રમતો જોવા મળી શકે છે કારણ કે તેણે નિવૃતિના નિર્ણયને પાછો ખેંચવાનું મન બનાવી લીધું છે. ઇન્ટરનેશનલ ટીમમાં વાપસીની તૈયારી તે આઇપીએલની 2020ની સીઝનથી કરશે. એક ન્યૂઝપેપર સાથેની વાતચીતમાં રાયડુએ કહ્યું કે, હું આઇપીએલમાં ચેન્નઇ સુપર કિંગ્સ તરફથી રમીશ અને વાઇટ બોલ ક્રિકેટમાં વાપસી કરીશ. સર્વેશ્રેષ્ઠ ફિટનેસ મેળવવી મારી સૌથી મોટી પ્રાથમિકતા છે. હાલમાં રાયડુ તમિલનાડુ ક્રિકેટ અસોસિયેશન વન-ડે લીગમાં  ગ્રાન્ડસ્લેમ ટીમ તરફથી રમી રહ્યો છે. પોતાના નિવૃતિના નિર્ણય પર રાયડુએ કહ્યું કે, હું એવું નહી કહું કે આ એક ભાવનાત્મક નિર્ણય હતો કારણ કે મે છેલ્લા ચાર વર્ષોમાં વર્લ્ડકપ માટે ખૂબ મહેનત કરી હતી. એવા સમયમાં તમે નિરાશ થવા મજબૂર થાવ છો. મને નકારવામાં આવ્યો એટલે મેં નિર્ણય લીધો નથી. જો તમે કોઇ માટે મહેનત કરતા હોવ અને તે તમને ના મળે તો તમે આગળ વધવાનું વિચારો છો. ક્રિકેટમાં વાપસી પર તેમણે કહ્યું કે, આ રમતનો પ્રેમ જ છે કે હું વાપસી અંગે વિચારી રહ્યો છું. વર્લ્ડકપ માટે મોકલવામાં આવેલી 15 સભ્યોની ટીમમાં રાયડુને પસંદ ના કરતા ખૂબ ચર્ચા થઇ હતી. બાદમાં ઇજાના કારણે ધવન અને વિજય શંકર વર્લ્ડકપમાંથી બહાર થતા રાયડુના બદલે ઋષભ પંત અને મયંક અગ્રવાલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ હતું. ત્યારબાદ રાયડુએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિની જાહેરાત કરી દીધી હતી. નોંધનીય છે કે રાયડુએ 55 વન-ડે રમી છે જેમાં તેણે 1694 રન બનાવ્યા છે. જેમાં ત્રણ સદી અને 10 અડધી સદીનો સમાવેશ થાય છે.

ટોપ સ્ટોરી

બીજી ટી20 માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 માં થશે ફેરફાર? જાણો કોણ થઈ શકે છે બહાર
બીજી ટી20 માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 માં થશે ફેરફાર? જાણો કોણ થઈ શકે છે બહાર
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
વિરાટ કોહલીને ODI રેન્કિંગમાં થયું નુકસાન, કેએલ રાહુલે લગાવી મોટી છલાંગ
વિરાટ કોહલીને ODI રેન્કિંગમાં થયું નુકસાન, કેએલ રાહુલે લગાવી મોટી છલાંગ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
સોના-ચાંદીના ભાવમાં ફરી ફેરફાર, જાણો આજે 22 અને 24 કેરેટનો રેટ

Embed widget