શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અનુષ્કા શર્મા કેમ ભારત-પાકિસ્તાન મેચમાં હાજર નહીં રહી શકે, જાણો કેમ?
વિરાટ કોહલીએ બીસીસીઆઇને અનુરોધ કર્યો હતો કે વર્લ્ડકપ દરમિયાન પોતાની પત્ની અનુષ્કા શર્માને સાથે રાખવા માગે છે. જેને લઇને હવે બીસીસીઆઇ પોતાની ગાઇડલાઇન સ્પષ્ટ કરતાં માત્ર 15 દિવસની જ અનુમતી આપી છે
મુંબઇઃ આગામી 30 મેથી ક્રિકેટનો મહાકુંભ વર્લ્ડકપ 2019 ઇંગ્લેન્ડમાં શરૂ થઇ રહ્યો છે. ક્રિકેટ વિશ્વની 10 ટીમો આમને સામને ટકરાશે. વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને સીસીઆઇએ ખાસ નિયમો બનાવ્યા છે જેમાં પત્ની, ગર્લફ્રેન્ડ અને ફેમિલી મેમ્બરને સાથે રાખવાનો નિયમ સૌથી ખાસ છે. જે અંતર્ગત અનુષ્કા શર્મા ભારત-પાકિસ્તાન સામેની હાઇવૉલ્ટેજ મેચ ચૂકી જશે.
30 મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થઇ રહેલા ક્રિકેટ વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં જે ખેલાડી પત્ની અને ગર્લફ્રેન્ડને લઇ જવા ઇચ્છે છે, તેના માટે બીસીસીઇએ ખાસ શરતો મુકી છે. બીસીસીઆઇએ એ શરત મુકી છે કે, ટીમ ઇન્ડિયાના ક્રિકેટર માત્ર 15 દિવસ સુધી જ પત્ની અને ગર્લફ્રેન્ડને સાથે રાખી શકશે, તે પણ વર્લ્ડકપ શરૂ થયાના 21 દિવસ બાદ. વર્લ્ડકપ 30થી શરૂ થઇને 15 જુલાઇ સુધી ચાલશે.
ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ બીસીસીઆઇને અનુરોધ કર્યો હતો કે વર્લ્ડકપ દરમિયાન પોતાની પત્ની અનુષ્કા શર્માને સાથે રાખવા માગે છે. જેને લઇને હવે બીસીસીઆઇ પોતાની ગાઇડલાઇન સ્પષ્ટ કરતાં માત્ર 15 દિવસની જ અનુમતી આપી છે.
હવે આ શરત પ્રમાણે વિરાટ કોહલીને અનુષ્કા શર્માને સાથે રાખવાની પરવાનગી 21 દિવસ બાદ મળશે. ટીમના ઉપકેપ્ટન રોહિત શર્મા પણ પત્ની અને પોતાના બાળકને 21 દિવસ બાદ સાથે રાખી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion