જણાવીએ કે, સાનિયાએ શોએબની સાથે મળીને થોડા વર્ષ પહેલા જ દુબઈમાં એક સુંદર ઘર લીધું છે જ્યાં તેઓ બન્ને ક્વોલિટી ટાઈમ પસાર કરે છે. પરંતુ દુબઈમાં ઘર હોવા છતાં લાગતું નથી પ્રેગ્નેન્ટ સાનિયા આ મેચ અથવા તેના કારણે થનારી ગંદી કોમેન્ટ્સને સાંભળવા માટેના મૂડમાં છે.
2/3
સાનિયા મિર્ઝા હાલમાં પ્રેગ્નેન્ટ છે ત્યારે આ મેચ દરમિયાન અને બાદમાં ટ્રોલર્સથી બચવા માટે ટ્વિટરથી દૂર થઈ ગઈ છે. સાનિયાએ આ મેચના લગભગ 24 કલાક પહેલા જ એક ટ્વિટ કર્યું છે. સાનિયાએ લખ્યું, ‘કારણ કે હવે આ મેચમાં માત્ર 24 કલાક બચ્યા છે, મને લાગે છે કે સોશિયલ મીડિયામાંથી સાઇન ઓફ કરવાનું જ યોગ્ય લાગ્યું છે. કારણ કે જે બકવાસ આ દરમિયાન કરવામાં આવશે, તે કોઈ સામાન્ય વ્યક્તિને પરેશાન કરી શકે છે, એક પ્રેગ્નેન્ટ મહિલાનો તો છોડી જ દો. આ મેચ શાનદાર રહે, પરંતુ યાદ રહે કે, આ માત્ર એક ક્રિકેટ મેચ છે.’
3/3
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનની વચ્ચે આજે દુબઈમાં હાઈ વોલ્ટેજ મેચ રમાવા જઈ રહ્યો છે. આ માચે માટે બન્ને દેશના દર્શકો આતૂરતાથી રાહ જોતા હોય છે. જોકે આ મેચને લઈને પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કરનાર ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાએ અચાનક ટ્વિટરથી દૂર થવાની જાહેરાત કરી છે. જેનું કારણ પણ આ ક્રિકેટ મેચ જ છે.