Asian Games 2023 Day 11 Live: એશિયન ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન, નીરજ ચોપડાએ જીત્યો ગૉલ્ડ, જેનાને પણ મળ્યો સિલ્વર
Asian Games 2023 Day 11 Live: નીરજ ચોપરાએ એશિયન ગેમ્સ 2018માં ગોલ્ડ મેડલ જીત્યો હતો

Background
એશિયન ગેમ્સમાં નીરજનો બીજો ગૉલ્ડ, સિલ્વર પણ ભારતમાં
ચીનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સ 2023ની ભાલા ફેંકની ફાઈનલ મેચમાં ભારતને બે મેડલ મળ્યા. આ ઈવેન્ટમાં જ્યાં ભારતના ગૉલ્ડન બૉય નીરજ ચોપરાએ ગૉલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના કિશોર કુમાર જેના સિલ્વર જીતવામાં સફળ રહ્યા હતા. ખાસ વાત છે કે, એશિયન ગેમ્સમાં નીરજનો આ સતત બીજો ગૉલ્ડ મેડલ હતો. કિશોરે પણ વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સિલ્વર કબજે કર્યો હતો. આ બંને ખેલાડીઓના મેડલના કારણે એશિયન ગેમ્સમાં ભારતના મેડલની સંખ્યા હવે 80 પર પહોંચી ગઈ છે.
નીરજે ભારતને અપાવ્યો ગૉલ્ડ
ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરાએ ફરી એકવાર ભાલા ફેંકમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ટીમ ઈન્ડિયાને ગૉલ્ડ મેડલ અપાવ્યો. નીરજની સાથે કિશોર જેનાએ પણ સારું પ્રદર્શન કર્યું છે. તેણે પેરિસ ઓલિમ્પિક માટે ક્વૉલિફાય કર્યું છે. કિશોર બીજા ક્રમે રહ્યો. તેને સિલ્વર મેડલ મળ્યો છે.
કિશોરે સર્વશ્રેષ્ઠ થ્રો કરીને ટોચ પર કબજો કર્યો
કિશોર જેનાએ શાનદાર થ્રો કર્યો છે. તેણે 86.77 મીટરનું અંતર કવર કર્યુ છે. કિશોર ભાલા ફેંકના વર્તમાન સ્ટેન્ડિંગમાં ટોચ પર આવી ગયો છે. નીરજ બીજા નંબર પર છે. આ કિશોરનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. કિશોર પેરિસ ઓલિમ્પિક માટે પણ ક્વૉલિફાય થઈ ગયો છે.
ભારતને બીજો મેડલ મળ્યો, અવિનાશે સિલ્વર જીત્યો
ભારતીય એથ્લેટ અવિનાશ સાબલે સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે 5000 મીટરની દોડમાં ભાગ લીધો હતો.
નીરજે બીજા પ્રયાસમાં 84.38 મીટરનું અંતર કવર કર્યુ
નીરજે પ્રથમ પ્રયાસમાં 82.38 મીટરનું અંતર કવર કર્યુ હતું. આ પછી બીજો પ્રયાસ પણ શાનદાર રહ્યો. તેણે બીજા પ્રયાસમાં 84.38 મીટરનું અંતર કાપ્યું.

