Asian Games 2023: ભારતીય એથ્લેટ રચી રહ્યા છે ઈતિહાસ, અન્નુ રાનીએ જીત્યો ગોલ્ડ મેડલ
ચીનમાં યોજાઈ રહેલી એશિયન ગેમ્સમાં ભારત ઈતિહાસ રચી રહ્યું છે.
Asian Games 2023: ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2023નું આયોજન કરવામાં આવી રહ્યું છે. એશિયન ગેમ્સનો આજે 10મો દિવસ છે. આ દિવસ પણ ભારત માટે શાનદાર રહ્યો છે. ચીનમાં યોજાઈ રહેલી એશિયન ગેમ્સમાં ભારત ઈતિહાસ રચી રહ્યું છે.
અન્નુ રાનીએ જ્વેલિન થ્રોમાં 62.92 મીટર દૂર ફેંકીને ઈતિહાસ રચવાની સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ભારતની મેડલ ટેલી
એશિયન ગેમ્સ 2023ની મેડલ ટેલીમાં ભારત ચોથા સ્થાને છે. ભારત પાસે કુલ 69 મેડલ છે. ચીન પ્રથમ ક્રમે છે, બીજા ક્રમે જાપાન અને કોરિયા ત્રીજા ક્રમે છે.
- ગોલ્ડઃ 15
- સિલ્વરઃ 26
- બ્રોન્ઝઃ 28
- કુલઃ 69
Make way for Girl Boss, @Annu_Javelin
— SAI Media (@Media_SAI) October 3, 2023
The #TOPSchemeAthlete absolutely threw her way into our hearts with her #Golden🥇Throw.
Congratulations on giving a majestic throw of 62.92 m💪🏻
Keep rocking Champ! #AsianGames2022#Cheer4India#HallaBol#JeetegaBharat#BharatAtAG22 pic.twitter.com/6iw1mFkv36
92 કિલોમાં બ્રોન્ઝ
ભારતીય બોક્સર નરેન્દ્રએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. નરેન્દ્રને 92 કિગ્રા ઈવેન્ટની સેમીફાઈનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સેમિફાઇનલમાં હારને કારણે નરેન્દ્રને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
પારુલ ચૌધરીએ ગોલ્ડ જીત્યો
ભારતીય એથ્લેટ પારુલ ચૌધરીએ ગોલ્ડ મેડલ જીત્યો છે. પારુલ ચૌધરીએ 5000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
400 મીટર હર્ડલ રેસમાં બ્રોન્ઝ મેડલ
ભારતે 400 મીટર હર્ડલ રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતની સ્ટાર એથ્લેટ વિથ્યા રામરાજે 400 મીટર હર્ડલ રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
કબડ્ડીમાં શાનદાર જીત
ભારતીય મહિલા ટીમે કબડ્ડીમાં શાનદાર જીત મેળવી હતી. ભારતીય ટીમે કોરિયાને 56-23થી હરાવ્યું હતું. કોરિયા ભારત સાથે સ્પર્ધા કરવામાં ખરાબ રીતે નિષ્ફળ ગયું.
બોક્સિંગ ફાઇનલમાં લવલિના, મેડલ કન્ફર્મ
ભારતની સ્ટાર મહિલા બોક્સર લોવલિના બોર્ગોહેને 75 કિગ્રા વજન વર્ગમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. લવલિનાએ મેડલ પાક્કો કર્યો છે. તેણે પેરિસ ઓલિમ્પિકનો ક્વોટા પણ હાંસલ કર્યો છે.
ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ સેમી ફાઇનલમાં પહોંચી
આજે સવારે ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમે નેપાળને 23 રને હરાવ્યું હતું. આ સાથે ભારતીય ટીમ 2023 એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારત તરફથી બેટિંગ કરતા યશસ્વી જયસ્વાલે સદી ફટકારી હતી. જ્યારે બોલિંગમાં રવિ બિશ્નોઈ અને અવેશ ખાને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.